હળવદના સુસવાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલ કાકી-ભત્રીજાનું મોત
મોરબીના બે સિરામીક યુનિટનો પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગર કચેરીમાં કરાયો રિપોર્ટ
SHARE









મોરબીના બે સિરામીક યુનિટનો પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગર કચેરીમાં કરાયો રિપોર્ટ
મોરબીમાં પ્રદુષણ ફેલાવા મુદે હજુ કરોડો રૂપિયાની નોટિસોની તલવાર લટકી રહી છે ત્યારે પ્રદૂષણ ઘટાડવાના બદલે વધે તેવા ધંધા કેટલા યુનિટમાં કરવામાં આવી રહ્યા છે જેથી કરીને મોરબીના સરતનપર રોડ ઉપર આવેલા બે સિરામીકમાં પેટકોકનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરી દ્વારા આ મુદે ગાંધીનગર વડી કચેરીમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.
મોરબીમાં હાલમાં નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિકનું ઉત્પાદન કરવામાં આવે છે જો કે, કેટલા યુનિટોમાં આજની તારીખે ઇંધણ તરીકે પેટકોક વાપરવામાં આવે છે ત્યારે મોરબીમાં આવેલ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના પ્રાદેશિક અધિકારી કે.બી.વાઘેલા દ્વારા મોરબીના સરતનપર રોડ ઉપર આવેલ બે સીરામીક યુનિટમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું ત્યારે સિલિકોન સીરામીક અને સેમસન સિરામીકમાં પેટકોકનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ગાંધીનગર વડી કચેરી ખાતે આ બંને યુનિટ સામે રિપોર્ટ કરવામાં આવ્યો છે અને ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવે તેવી શક્યતા છે વધુમાં સ્થાનિક અધિકારીએ જણાવ્યુ છે કે, પર્યાવરણ માટે પેટકોક ખતરારૂપ છે જેથી કરીને તેઓની ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે યુનિટમાં પેટકોકનો વપરાશ કરવામાં આવતો હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
