મોરબીના બે સિરામીક યુનિટનો પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ગાંધીનગર કચેરીમાં કરાયો રિપોર્ટ
મોરબીમાં સોશ્યલ મીડિયાથી સંપર્ક કરીને સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં સોશ્યલ મીડિયાથી સંપર્ક કરીને સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાનો સૌથી વધુ યુવાનો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનાર લોકો માટે લાલબતી સમાન કિસ્સો મોરબીમાં સામે આવ્યો હતો અને પોષ વિસ્તારમાં રહેતી સગીરા સાથે સોશ્યલ મીડિયાથી સંપર્ક કરીને સગીરને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચારીને પૈસા પણ પડાવવામાં આવ્યા હતા આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પહેલા બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં ત્રીજા આરોપીને પકડવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ કરવામાં આવી રહી છે
મોરબીની સગીરાનો ઇન્સટાગ્રામના મધ્યમથી સંપર્ક કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી ત્યાર બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેના આપત્તિજનક ફોટો અને વિડીયો બનાવી લેવાં આવ્યા હતા અને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી તેમજ આરોપીના મિત્રો સાથે પણ મીત્રતા રાખવા માટે મજબૂર કરવામાં આવી હતી અને ફોટો તેમજ વિડીયોના આધારે તેની પાસે રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા જેથી સગીરાએ ત્રણ શખ્સોની સામે મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પોક્સો, દુષ્કર્મ અને આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને પહેલા મીત ચંદુભાઇ શીરોહીયા જાતે કોળી (ઉમર ૨૨) ધંધો પ્રાઇવેટ નોકરી રહે.સો ઓરડી પરશુરામ પોટરી શેરી નંબર-૧ સામાકાંઠે મોરબી-૨, આર્યન શબ્બીરભાઇ સોલંકી જાતે પીંજારા મુસ્લીમ (ઉમર ૨૧) ધંધો અભ્યાસ એકસર્ટનલ ૧૨ કોર્મસ રહે.હાલ મોરબી વીસીપરા મદીના સોસાયટી અનવરભાઇની ચકકી સામે મુળ રહે.રાજકોટ સોમનાથ સોસાયટી શેરી નં-૧ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર રૈયા ચોકડી વાળાની ધરપકડ કરી હતી જે આરોપીઓ તા ૧૩ સુધીના રિમાન્ડ ઉપર છે તેવામાં પોલીસે હાલમાં ત્રીજા આરોપી હર્ષ કાંતીભાઇ સાણંદીયા જાતે પટેલ (ઉમર ૧૮) ધંધો સીરામીક રો-મટરીયલ્સનો રહે. રાજનગર લીમડા ચોક પંચાસર રોડ મોરબી મુળ. બીલીયા તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે
