મોરબીમાં ઘરનું ઘર સપનું પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સાકર કર્યુ: લાભાર્થી
વાંકાનેરના વોર્ડ નં-૫ રામચોક પાસે પાલિકા રોડ ન બનવાતા સ્થાનિક લોકોમાં આક્રોશ
SHARE









વાંકાનેરના વોર્ડ નં-૫ રામચોક પાસે પાલિકા રોડ ન બનવાતા સ્થાનિક લોકોમાં આક્રોશ
વાંકાનેર શહેરના વોર્ડ નં-૫ મા અવતા રામચોક પાસે શાહબાવા દરગાહ વાળી શેરીમાં છેલ્લા ઘણા સમયથી રોડ બનાવવા માટે તેને સ્થાનિક લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરવામાં આવી રહી છે તેમ છતાં પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી અને આસપાસના વિસ્તારમાં પાકા રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેથી કરીને સ્થાનિક લોકોમાં આ મુદ્દાને લઈને આક્રોશ છે અને મહિલાઓ દ્વારા તાત્કાલિક અસરથી રોડ બનાવવામાં આવે તેના માટે અધિકારી, પદાધિકારી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વધુ એક વખત રજૂઆત કરેલ છે વધુમાં સ્થાનિક લોકો દ્વારા એવું કહેવામા આવ્યું છે કે, ચીફ ઓફિસરને રોડની રજૂઆત કરવા માટે જાય ત્યારે સ્થાનિક પ્રતિનિધિને રસ્તો બનાવવા માટે રજૂઆત કરવાનું કહેવામાં આવી રહ્યું છે અને સ્થાનિક પ્રતિનિધિ પાસે જાય ત્યારે ચીફ ઓફિસર પાસે જઈને રોડ બનાવવા માટે રજૂઆત કરવાનું કહેવામાં આવી રહ્યું છે આમ અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે લોકોને ચલક ચલાણું જેવો ઘાટ થઈ રહ્યો છે ત્યારે સરકાર તરફથી લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે તેને લાખો નહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે તો આ વિસ્તારના લોકોને પણ સારા રોડ રસ્તાની સુવિધા આપવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે
