મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં તા.૧૫ થી ટ્રકના પૈડાં થંભી જશે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો નિર્ણય


SHARE











મોરબીમાં તા.૧૫ થી ટ્રકના પૈડાં થંભી જશે: ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.નો નિર્ણય

મોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીકના નાના મોટા ૮૦૦ થી વધુ યુનિટ આવેલા છે જે આગામી તારીખ ૧૦ ઓગસ્ટ થી એક મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા પણ એક મહિનો ટ્રકના પૈડાં બંધ કરવા માટેનો નિર્ણય કરવામાં આવેલ છે તેવું ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના પ્રમુખ પાસેથી જાણવા મળેલ છે

મોરબી સિરામિક ટાઇલ્સની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે જેથી કરીને મોરબી સિરામિક એસો. દ્વારા સંયુક્ત રીતે આગામી તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો હતો અને ૧૫ તારીખથી લોડીંગ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના પ્રમુખ પ્રભાતભાઈ આહિરની આગેવાનીમાં ટ્રાન્સપોર્ટરોની મિટિંગ રાખવામા આવી હતી જેમાં આગામી દિવસોમાં એક મહિના સુધી સિરામિકના કારખાના બંધ રહેવાના છે જેથી કરીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના દરેક સભ્યઓની સંમતિ સાથે ૧૫ ઓગસ્ટથી મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો. ના સભ્યો દ્વારા ટ્રકના પૈડાં થાંભવવાનો નિર્ણય કરવામાં આવેલ છે






Latest News