મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષાને હડફેટે લઈને આધેડનુંમોત નિપજાવનારા બોલેરો ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં રિક્ષાને હડફેટે લઈને આધેડનુંમોત નિપજાવનારા બોલેરો ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે થોડા દિવસો પહેલા રિક્ષાને બોલેરોના ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને ઇજા પામેલા આધેડ રિક્ષા ચાલકેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતકના દીકરાએ બોલેરો કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામે રહેતા કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલા નામના ૫૫ વર્ષીય આધેડ રીક્ષા ચલાવવાનું કામ કરતા હોય મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસેથી તેઓ તેમની રિક્ષા લઈને ગત તા.૨૨-૭ ના સવારે દશેક વાગ્યે જતાં હતા ત્યારે બોલેરોના ચાલકે તેમની રીક્ષાને હડફેટ લેતા ઇજાઓ થવાથી કાનજીભાઈ વાઘેલાને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન કાનજીભાઈ દેવજીભાઈ વાઘેલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવમાં મૃતકના દીકરા જીતેન્દ્ર વાઘેલા (ઉમર ૨૭) એ મોરબી સિટી એ ડિવિઝન ખાતે બોલેરો કાર નંબર જીજે ૧૬ ઝેડ ૧૩૭૩ ના ચાલકની સામે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

ગળેફાંસો ખાઈ જતા સારવારમાં

મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપરના મારૂતિ સિલિન્ડર સિસ્ટમ કોલોની નામના યુનિટની કોલોનીના લેબર ક્વાર્ટરમાં કોઈ અંગત કારણોસર ભંવરલાલ રામારામ નામનો ૨૭ વર્ષીય યુવાન ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને તેને શહેરના સામાકાંઠે આવેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો અને બનાવની જાણ થવાથી તાલુકા પોલીસ મેથકના મનીષભાઈ બારૈયા દ્વારા બનાવના કારણે અંગે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામે રહેતા હિતેશભાઈ પ્રેમજીભાઈ દેત્રોજા નામનો ૪૩ વર્ષીય યુવાન પોતાના ઘરેથી બાઈક લઈને વાડી તરફ જતો હતો ત્યારે નીચી માંડલ ગામે નવા પ્લોટ વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને તેને ઇજાઓ થતા અહીંની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે






Latest News