મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ મોરબીમાં બાઇક ઉપર મિત્ર સાથે જઇ રહેલા યુવાનને વગર વાંકે હાથમાં પહેરવાનો પંચ મારીને કરી ઇજા ! મોરબીના એક લાખ રૂપિયા લઈને યુવાન સાથે લગ્ન કરનાર કન્યા એક અઠવાડીમાં છનનન: 2 મહિલા સામે ગુનો નોંધાયો મોરબીના બાયપાસ રોડ ઉપરથી સાયકલ લઈને ઘરે જતા વિધાર્થીને બોલરોના ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ ટંકારાના હીરાપર નજીક આવેલ કારખાનાની ઓરડીમાંથી 2 પિસ્તોલ-11 કાર્ટિસ સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેર શહેરમાં કરવામાં આવેલ જુગારની બે રેડમાં 10 શખ્સો પકડાયા આંદોલન પાર્ટ-3માં વીજપોલના વળતર મામલે સરકારને ઉખેડી ફેંકવાનો હૂકાર: મોરબીના જેતપર ગામે 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ, આજે બીજા 12 જિલ્લાના ખેડૂતોની બેઠક
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ગામે પ્રજ્ઞા શિક્ષકોની ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







ટંકારાના મીતાણા ગામે પ્રજ્ઞા શિક્ષકોની ચિત્ર સ્પર્ધા યોજાઇ

ટંકારા તાલુકાની મીતાણા તાલુકા શાળા ખાતે બીઆરસી કક્ષાનો બે દિવસીય વિદ્યાપ્રવેશ તાલીમ વર્ગ તા.૨-૩ ઓગસ્ટના રોજ યોજાયો હતો.જેમાં સમગ્ર તાલુકામાંથી ૬૦ પ્રજ્ઞાશિક્ષકોએ તાલીમ લીધી.તાલીમ દરમિયાન રંગોત્સવ સેલીબ્રેશન (RANGOTSAV CELEBRATION) અંતર્ગત નેશનલ લેવલની તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પટેલ કલ્પેશભાઈ(મદદનીશ શિક્ષક મીતાણા તાલુકા શાળા) ના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞા શિક્ષકોએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.જેમાં ગાંભવા દક્ષાબેન(નવા વીરપર પ્રાથમિક શાળા), પનારા દક્ષાબેન (જબલપુર પ્રાથમિક શાળા), સરડવા કોમલબેન (હડમતીયા કન્યા તાલુકા શાળા), ઘોડાસરા આરતીબેન (નાના ખીજડીયા પ્રાથમિક શાળા), જાડેજા જેનાબેન (ધ્રોલિયા પ્રાથમિક શાળા), જલ્પાબેન ગોસ્વામી (નેકનામ સીઆરસી કો-ઓર્ડીનેટર), દેત્રોજા જાગૃતીબેન (જયનગર પ્રાથમિક શાળા), ઘોડાસર હર્ષદભાઈ (નસીતપર પ્રાથમિક શાળા),જેઠવા સુમિતભાઈ (ભૂતકોટડા  પ્રાથમિક શાળા), પુજારા અસ્મિતાબેન (દેવળિયા પ્રાથમિક શાળા) ઉપરોક્ત તમામ  શિક્ષકમિત્રોએ ખુબજ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.તેમને શ્રી મિતાણા તા.શાળામાં ચાલતા સ્કુલ સ્પેશ કલબ (SCHOOL SPACE CLUB) દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે શાળાના આચાર્ય કિરણબેન વસોયા, મીતાણા સીઆરસી.કો-ઓર્ડીનેટર કૌશિકભાઈ, ટંકારા બીઆરસી કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફરે ભાગ લેનાર તમામ શિક્ષકોને શભેચ્છાઓ પાઠવી છે






Latest News