રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના રોહીશાળા ગામે ઝેરી દવા પી ગયેલ તરુણીનું સારવાર દરમિયાન મોત


SHARE







ટંકારાના રોહીશાળા ગામે ઝેરી દવા પી ગયેલ તરુણીનું સારવાર દરમિયાન મોત

ટંકારા તાલુકાના રોહીશાળા ગામે મજૂરી કામ કરતા પરિવારની તરુણી કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં લઇ જવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના રોહીશાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઈ મહિડા જાતે ભીલની પંદર વર્ષની દીકરી રીટાબેન ગત તા 27/8 ના સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર તે ઝેરી દવા પી જતા તેને ઝેરી અસર થઈ હોવાથી રાજકોટની આશીર્વાદ હોસ્પિટલમાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને ગઈકાલે બપોરના એક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન રીટાબેન મહિડાનું મોત નીપજ્યું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે હાલમાં આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને તરુણીએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News