માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં પુન: ઉગી નિકળેલ લીલી વેલને દુર કરવા સામાજીક કાર્યકરોની માંગ


SHARE







મોરબીની મચ્છુ નદીમાં પુન: ઉગી નિકળેલ લીલી વેલને દુર કરવા સામાજીક કાર્યકરોની માંગ

મોરબીની મચ્છુ નદીમાં પુન: ઉગી નિકળેલી લીલી વેલને દુર કરવા સામાજીક કાર્યકરોએ માંગ કરેલ છે.મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસર સરૈયા, પાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર તેમજ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાને લેખીત રજુઆત કરીને અહિંના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરચરીયાએ પ્રજાવતી પોતાની રજુઆતમાં જણાવેલ છે કે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદી કે જે નદીમાં અત્યારે લીલી વેલ થઇ ગયેલ છે અને જાણે લીલથી આખી જાજમ પથરાઇ ગઇ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જે લીલી ડેમથી લઇને ખાખરાળા વાળી મેલડી માઁ ના મંદિર સુધી આ લીલી વેલ ફેલાયેલી છે 

તો આ લીલને તાત્કાલીક ધોરણે દુર કરવા માટે ઉપરોકત સામાજીક કાર્યકરોએ અરજ કરેલ છે તેમજ નદીમાં જયારે કોઇ આપધાત કરે ત્યારે મૃતકના શબને બહાર કાઢવામાં પણ ભારે મુશ્કેલી ઉભી થાય છે અને લાશ શોધનાર તરવૈયાઓના પુરા શરીરે આ લીલી વેલ વીંટાઇ જાય છે અને વેલના હિસાબે નદીમાં જીવાતો પણ થઇ જાય છે.તેમજ ટુંક સમયમાં જ ગણપતી મહોત્સવ આવશે જેથી ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવતુ હોવાથી એવા દશ્યો પણ સર્જાય છેકે નદીમાં ભગવાનની મૂર્તિ પણ પધરાવી શકાય તેવી સ્થિતિ નથી અને લોકો આવી લીલના કારણે નદી કાંઠે જ એટલે કે અપવિત્ર જગ્યા ઉપર જ મુર્તિ મુકીને જતા રહે છે જે અપમાનજનક ગણી શકાય છે.તેમજ નદીમાં હાલ ગટરના ગંદા પાણી પણ બુગદા-વોંકડામાંથી છોડવામાં આવે છે તેનાથી નદીમાં ગંદકી થાય છે.મોરબી મચ્છુ નદીમાં જો યોગ્ય સમયે લીલનો નીકાલ કરવામાં નહીં આવે તો આ અંગે આવા પવિત્ર તહેવારોમાં મુર્તિ વિસર્જન, નવરાત્રીમાં ગરબા વિસર્જન વિગેરે વિસર્જન કરવામાં મુશ્કેલી ઉભી થાય તેમ છે.લીલના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય રહે છે જેથી આ વાત ધ્યાને લેવા ચીફ ઓફીસરને અરજ કરાયેલી છે.

આગામી સમયમાં ભાદરવા મહિનામાં પિતૃ તર્પણ કાર્ય આવતા હોય જેથી ત્યાં નદી કિનારે લોકો પિતૃ તર્પણ પણ ગંદકીના હીસાબે કરી શકતા નથી. ચીફ ઓફીસર તથા નગરપાલીકાના પ્રમુખને ધ્યાને આવે એટલે તુરંત જ પ્રજાલક્ષી કામો કરે જ છે પણ પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં હોય તેવી અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવુ કરવુ જોઇએ.વિષયની ગંભીરતા સમજીને નદીમાંથી તાત્કાલીક લીલ વેલ દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ રજુઆત કરનાર સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા અને અશોક ખરચરીયાએ આમ જનતા વતી માંગ કરેલ છે.






Latest News