રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે ઝઘડામાં કાકા-ભાઈઓને છોડાવવા પડેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







ટંકારાના છતર ગામે ઝઘડામાં કાકા-ભાઈઓને છોડાવવા પડેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં રહેતા યુવાનના ભાઈ, કાકા અને કાકાના દીકરાની સાથે ત્યાં જ રહેતા ત્રણ શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને યુવાન વચ્ચે પડ્યો હતો ત્યારે યુવાનને ગાળો આપીને ઢીકા પાટીનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના છતર ગામે દેવીપુજક વાસમાં અબ્દુલભાઈ ની પાનની દુકાન પાસે ફરિયાદી એગરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર જાતે દેવીપુજક (ઉંમર ૧૮) ને રાજુભાઈ વસતાભાઈ પરમાર, અર્જુન રાજુભાઈ પરમાર અને ક્રિષ્ના રાજુભાઈ પરમાર દ્વારા ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા એગરાજભાઈ પરમાર દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપીઓ તેના કાકાના દીકરા સોહન, તેના ભાઈ યુવરાજ અને કાકા પ્રવીણભાઈ દેવજીભાઈ પરમાર સાથે ઝઘડો કરતા હતા જેને છોડાવવા માટે થઈને તે વચ્ચે પડ્યો હતો ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી રાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News