રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશમાં વિકાસની રાજનીતિ કરીને પરિણામ લક્ષી કામ કરી બતાવ્યું: ભુપેન્દ્રભાઈ પટેલ


SHARE







નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશમાં વિકાસની રાજનીતિ કરીને પરિણામ લક્ષી કામ કરી બતાવ્યું: ભુપેન્દ્રભાઈ પટેલ

મોરબીના રવાપર ગામે ટંકારા પડધરી બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ચૂંટણી સભા યોજાઈ હતી અને તેમાં તેઓએ નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ કરી છે અને પરિણામ લક્ષી કામ કરી બતાવ્યું છે તે વિકાસ અને લોકોમાં ભાજપે પ્રસ્થાપિત કરેલ વિશ્વાસને ધ્યાનમાં રાખીને આ ચૂંટણી માટે મત માગવા માટે આવ્યા છીએ ત્યારે ગુજરાતના મતદારો ભારતીય જનતા પાર્ટી ઉપર વરસી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબી જિલ્લામાં આવતી ટંકારા પડધરી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાના સમર્થનમાં મોરબીની રવાપર ચોકડી પાસે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભુપેન્દ્રભાઈ પટેલે ટંકારા પડધરીના ભાજપના ઉમેદવાર ગુલાબના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મુક્યા બાદ જનસભાને સંબોધી હતી ત્યારે ત્યાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, મગનભાઈ વડાવિયા, દિલુભા જાડેજા, મુકેશભાઈ કુંડારીયા, મુકેશભાઈ ઉઘરેજા, વિનોદભાઈ ભાડેજા, રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને હાલમાં જે બેઠક કોંગ્રેસ પાસે છે તે ટંકારા પડધરી બેઠક ભાજપ કોંગ્રેસ પાસેથી જંગી લીડ સાથે આંચકી લેશે તેવો વિશ્વાસ સ્થાનિક ભાજપના આગેવાનોએ વ્યક્ત કર્યો હતો

ત્યારબાદ રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે લોકોને સંબોધતા કહ્યું હતું કે લોકોમાં વિશ્વાસ કેળવવો અને તેને સતત વર્ષો સુધી ટકાવી રાખવો એ ખૂબ જ અગત્યની બાબત છે વર્ષો પહેલાં ગુજરાતમાં શાસન કરનાર પાર્ટીએ લોકોની તકલીફો દૂર કરી ન હતી અને ત્યારબાદ ભાજપનું શાસન આવ્યું અને ભાજપના શાસન આવ્યા બાદ બે દાયકામાં પાણી, રોડ રસ્તા, આરોગ્ય સહિતની જે સુવિધાઓમાં વધારો થયો છે તે લોકો જાણે જ છે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની સત્તા સંભાળ્યા બાદ જે વિકાસની રાજનીતિ શરૂ કરી તેને આજે દેશ અને દુનિયા જાણે છે

જેથી કરીને પ્રજામાં જે વિશ્વાસ ઉભો કર્યો છે અને લોકોની નજર સમક્ષ જે વિકાસ મૂક્યો છે આ વિશ્વાસ અને વિકાસને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પણ લોકો ભાજપ તરફથી મતદાન કરશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિકાસની પરિણામ લક્ષી જે કામગીરી ભાજપ કરે છે એટલા જ માટે તો ભાજપના આગેવાનો ખાતમુહૂર્ત કરે છે તેના લોકાર્પણ ભાજપના આગેવાનો જ કરે છે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી અને અંતમાં ટંકારા પડધરી બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર એવા દુર્લભજીભાઈ દેથરીયાને જંગી લીડ સાથે વિજય અપાવવા માટે થઈને સભામાં હાજર રહેલા લોકોને આહવાન કર્યું હતું






Latest News