રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મોરબી પાલિકાના ચેરમેનના દીકરાનું સારવારમાં મોત


SHARE







ટંકારાના લજાઈ પાસે સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મોરબી પાલિકાના ચેરમેનના દીકરાનું સારવારમાં મોત

ટંકારાના લજાઈ ગામના બસ સ્ટેન્ડ પાસે થોડા દિવસો પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોડ સાઇડમાં ઉભેલા આધેડને કારના ચાલકે હડફેટે દીધા હતા જેથી આધેડને શરીરે ઇજાઓ થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી તે પૈકીનાં મોરબી પાલિકાના મહિલા ચેરમેનના દીકરાને વધુ ઇજા થયેલ હોવાથી તેને દિલ્હી સુધી સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી અકસ્માતના આ બનાવમાં અગાઉ ટંકારા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા સાગરભાઇ કમલેશભાઈ મકવાણા (૨૮) એ થોડા દિવસો પહેલા ફોક્સ વેગન પોલો કાર નં. જીજે ૩૬ એસી ૯૭૭૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના પિતા કમલેશભાઈ દેવજીભાઈ મકવાણા (૫૧) રહે. લજાઈ વાળા લજાઈ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ સાઈડમાં ઊભા હતા ત્યારે મોરબી બાજુથી આવી રહેલ કારના ચાલકે તેઓને લીધા હતા અને બાવળની જાળીમાં ફંગોળી દીધા હતા જેથી કરીને તેને કમરના ભાગે ગંભીર ઈજા થવાથી તેઓનું મોત નીપજ્યું હતું વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે કાર ચાલકે કમલેશભાઈને હડફેટ લીધા હતા તે કારનો પણ અકસ્માત થયો હતો અને કારમાં બેઠેલા ચાર વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી તે ચાર ઇજાગ્રસ્તો પૈકી મોરબી પાલિકામાં હાઉસ ટેક્સ વિભાગના મહિલા ચેરમેન શીતલબેન ચતુરભાઈ દેત્રોજાના દીકરા કરણ ચતુરભાઈ દેત્રોજાને વધુ ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને દિલ્હી સુધી સારવારમાં લઈને ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું છે જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે






Latest News