રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીના કૂવામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીના કૂવામાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો મજૂર યુવાન કોઈ કારણોસર વાડીમાં આવેલ પાણીના કૂવામાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું એમઆઇટી નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલિસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને મૃતકના ભાઈ તથા પિતાને આ બનાવ બાબતે શંકા દર્શાવેલ હોવાથી હાલમાં મૃતકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે હરજીવનભાઈ કરમશીભાઈ બરાસરા જાતે પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના ત્રંબોડિયા ગામના રહેવાસી પ્રવીણભાઈ કલસિંગભાઈ અજનાર (૨૮) વાડીએ આવેલ કુવાના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ તથા પિતાએ શંકા દર્શાવેલ હોવાથી મૃતક યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે હાલમાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને ત્યારે ગોવિંદભાઈ પીતાંબરભાઈ પરમાર (૪૦) નામના યુવાનને ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા છે તેની પાસેથી મળેલ માહિતી મુજબ ઘરે મારામારી થયેલ હતી તેમાં યુવાનને ઇજા થયેલ છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામે રહેતા અરવિંદભાઈ ભીખાભાઈ ચૌહાણ (૪૦)ને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેમોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સુનીતાબેન લક્ષ્મણભાઈ થરેશા ઉંમર વર્ષ 40 વર્ષાબેન ગણેશભાઈ 44 માધવ લક્ષ્મણભાઈ ત્રરેસા 21 અને ગણેશ જેરામભાઈ થ્રેસર 50 ને ઇજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News