મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ગામે વૃદ્ધ પિતાને બે દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ માર માર્યો


SHARE









વાંકાનેરના અમરસર ગામે વૃદ્ધ પિતાને બે દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ માર માર્યો

વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા વૃદ્ધે પોતાની માલિકીની ખેતીની જમીનમાંથી ભાગ પાડવાની તથા ખેતીની જમીન ઉપર લોન લઈ આપવાની દીકરા અને પૌત્રને ના પાડી હતી જેથી કરીને તેને દીકરા અને પૌત્ર દ્વારા ગાળો આપવામાં આવી હતી અને લોખંડના પાઇપ, ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ આંખમાં મરચાની ભૂકી છાંટીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ અમરસર ગામે રહેતા શેરમામદભાઈ સુલેમાનભાઈ બ્લોચ જાતે મુસલમાન (૬૫)એ તેના દીકરા મીરમામદભાઈ શેરમામદભાઈ બ્લોચ, નજૂરમામદ બલોચ અને પૌત્ર સલમાનભાઈ મીરમામદભાઈ બલોચ તથા પુત્રવધૂ અંજુમબેન નજુરમામદભાઈ બલોચ રહે. બધા અમરસર વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની ખેતીની જમીનના ભાગ પાડવાની તેમજ ખેતીની જમીન ઉપર લોન લઈ દેવાની તેના દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ વાત કરી હતી જેથી ફરિયાદી ના પાડી હતી જે તેના દીકરા અને પૌત્રને સારું નહીં લાગતા તેઓએ ગાળો આપી હતી અને ત્યારે મીરમામદભાઈ શેરમામદભાઈ બ્લોચએ લોખંડના પાઇપ વડે તેના પિતા શેરમામદભાઈને માથા અને શરીરે માર માર્યો હતો તેમજ નજુરમામદભાઈએ સેન્ટીંગના લાકડાના ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો અને સલમાને ઢીકાપાટુનો માર માર્યો હતો જયારે અંજુમબેને આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના બે દીકરા, પૌત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News