હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા


SHARE









મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને સન્માનીત કરાયા

દરેક બાળકને પોતાની જન્મભૂમિ પ્રત્યે અપાર સ્નેહ અને લાગણી હોય છે. વ્યક્તિ ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરે પરંતુ પોતાની માતૃભૂમિને ક્યારેય પણ ભૂલી શકતો નથી ત્યારે માતૃભૂમિ પ્રત્યે રહેલા ઋણના હેતુને સિદ્ધ કરવા માટે મોરબીની નીલકંઠ વિદ્યાલયમાં ૨૬  જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ માતૃભૂમિનું મહત્વ સમજાવતી એક અદભૂત સ્પર્ધા એટલે કે માતૃભૂમિ નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેના વિષયો "મારું મોરબી કેવું હોવું જોઈએ..?", "મને મોરબી શા માટે ગમે છે...?" જેવા વિષયો સાથે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમની સિદ્ધિઓને બિરદાવામાં આવી હતી જેમાં ધો ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમાં પ્રથમ ક્રમે મેવા માહી મુકેશભાઈ, દ્વિતીય ક્રમે અગોલા ધન્વી અશોકભાઈ અને અખિયાણીયા ભવ્યા કમલેશભાઈ તેમજ તૃતીય ક્રમે રામાવત બંસી ભાવેશભાઈ રંગપરિયા વૈદેહી મહેશભાઈ વિજેતા બનેલ છે જેથી દરેકને સન્માનીત કરવામાં આવ્યા હતા તેવું સંસ્થાના સંચાલક જીતુભાઈ વડસોલાએ જણાવ્યુ છે




Latest News