મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

વાંકાનેર-ટંકારામાં દારૂની જુદીજુદી બે રેડ: ૧૫૯ બોટલ દારૂ કબજે


SHARE







વાંકાનેર-ટંકારામાં દારૂની જુદીજુદી બે રેડ: ૧૫૯ બોટલ દારૂ કબજે

વાંકાનેર તાલુકાના સમથેરવા અને રાજગઢ રોડ ઉપર જીઇબીના સબ સ્ટેશન પાસેથી સેન્ટ્રો કાર પસાર થઈ રહી હતી જે કારનો પીછો કરવામાં આવતા કાર ચાલક તેની કાર છોડીને નાસી ગયો હતો જેથી કરીને તે કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની ૧૫૬ બોટલ મળી આવી હોય પોલીસે ૬૭૨૦૦ નો દારૂ તથા કાર મળીને ૨,૧૭,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, કારચાલક પોતાની કાર છોડીને ભાગી ગયેલ છે જેથી કરીને વાંકાનેર તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી મુજબ વાંકાનેર તાલુકાના સમથેરવા અને રાજગઢ રોડ ઉપરથી સેન્ટ્રો કાર જ રહી હતી જેનો પોલીસે પીછો કર્યો હતો ત્યારે કાર ચાલક તેની કાર જીઈબીના સબ સ્ટેશન પાસે છોડીને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને પોલીસે કાર નંબર જીજે ૧ એચએમ ૨૦૩૭ ને ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની ૧૫૬ બોટલ મળી આવી હોય પોલીસે ૬૭૨૦૦ ની કિંમતનો દારૂ તેમજ દોઢ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૨,૧૭,૨૦૦ નો મુદ્દા માલ કબજે કરેલ છે અને કાર ચાલક પોતાની કાર છોડીને ત્યાંથી નાસી ગયો હોય હાલમાં વિશાલ ગોરધનભાઈ કોળી રહે. વરડુસર તાલુકો વાંકાનેર વાળાની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

ત્રણ બોટલ દારૂ

ટંકારાના મોરબી નાકા પાસે આવેલ દેવીપુજક વાસમાં રહેતા શખ્સ પાસે દારૂની બોટલ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેને ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરીને દીપકભાઈ જેસીંગભાઇ કુંઢીયા જાતે દેવીપુજક (૫૦) રહે. દેવીપુજક વાસ ટંકારા વાળાની ધરપકડ કરેલ છે






Latest News