વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને ભર્યુ એવુ પગલુ કે સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને ભર્યુ એવુ પગલુ કે સારવારમાં ખસેડાયો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે ત્રિલોકધામ સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાધો હતો જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તે યુવાનને આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં મળેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળી ગામ પાસે આવેલ ત્રીલોકધામ સોસાયટીમાં રહેતા રામુભાઈ મૂલચંદભાઈ રેકવા (૪૦)એ પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાતા તેને બેભાન હાલતમાં સારવાર માટે નારણભાઈ રેકવા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ કરતા જસપાલસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યાર બાદ તેને લાગી અવતા યુવાને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને હાલમાં તે યુવાન સારવાર હેઠળ છે.

વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા ધનજીભાઈ પથુભાઈ દંતેશરિયા (૬૫)ને પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ કરી રહ્યા છે.

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના માથક ગામે રામજી મંદિર પાસે રહેતા વનરાજસિંહ ફતુભા ઝાલા (૫૫) માથકથી મોરબી રોડ ઉપર આવેલ વાડી પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી વનરાજસિંહને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવો હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી હળવદ પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી છે.






Latest News