મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ ગામે પ્લોટનો કબ્જો કરી લેનારા બે શખ્સોની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE











મોરબીના ઉંચી માંડલ ગામે પ્લોટનો કબ્જો કરી લેનારા બે શખ્સોની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા યુવાનને આવાસના બાંધકામ માટે ઘરથાળમાં મળેલ પ્લોટ ઉપર બે શખ્સો દ્વારા ગેરકાયદેસર કબજો કરીને પ્લોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બંને આરોપીને ઝડપી લીધેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ભાવેશભાઈ કાળુભાઈ ચાવડા (૩૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉકાભાઇ રામજીભાઈ બોડાણા અને મનસુખભાઈ રામજીભાઈ બોડાણા રહે. બંને ઊંચી માંડલ વાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કેઊંચી માંડલ ગામ તળમાં આવાસ બનાવવા માટે તેને ઘર થાળમાં પ્લોટ નંબર ૨૫ સો ચોરસ વારનો પ્લોટ મળેલ છે જે પ્લોટ ઉપર આરોપીઓએ જમીન પચાવી પાડવા માટે થઈને ગેરકાયદેસર કબજો કર્યો છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે જેથી કરીને યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી

 

દરમ્યાન મોરબી જિલ્લાના ગંભીર ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા અટક કરવાના બાકી આરોપીઓ પકડી પાડવા સુચના આપવામાં આવી છે જેથી કરીને એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે પૃથ્વીસિંહ જાડેજાજયવંતસિંહ ગોહીલ તથા દશરથસિંહ ચાવડાને હકિકત મળેલ હતી કેમોરબી તાલુકામાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૪(૧) (૩)પ(ગ) મુજબના ગુનાના કામે સંડોવાયેલ અટક કરવાના બાકી આરોપીઓ હાલ કચ્છના લોદ્રાણી (વેણુસર વાંઢ) તાલુકો રાપર ખાતે રહેતા છે જેથી કરીને હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા  લેન્ડ ગ્રેબિંગના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં વશરામભાઇ રામજીભાઇ બોડાણા (૫૦) અને મનસુખભાઇ રામજીભાઇ બોડાણા (૪૫) રહે. બન્ને હાલ લોદ્રાણી (વેણુસર વાંઢ) ડાયાભાઇ રૂડાભાઇ બાયડના મકાનમાં ભાડેથી તાલુકો રાપર જીલ્લો પૂર્વ કચ્છ વાળાનો સમાવેશ થાય છે અને આ કામગીરી પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ પીએસઆઈ કે.જે.ચૌહાણએન.એચ. ચુડાસમાએ.ડી.જાડેજા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News