મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

ટંકારામાં સંભવીત ભારે વરસાદને પગલે વોંકળા સફાઇ શરૂ, મોરબીમાં કયારે..?


SHARE











ટંકારામાં સંભવીત ભારે વરસાદને પગલે વોંકળા સફાઇ શરૂ, મોરબીમાં કયારે..?

મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ આવવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.ટંકારા તાલુકામાં સાવચેતીના ભાગરૂપે કોઈપણ પ્રકારની જાન-માલની નુકશાની ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે ટંકારા ખાતે જેસીબી દ્વારા વોંકળા સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને સૂચનાઓ આપી થયેલ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેથી પાણી ભરાવવાના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય. હાલ સંભવિત ભારે વરસાદના પગલે ટંકારા ખાતે વોંકળા સફાઇની કામગીરી થઈ રહી છે.પરંતુ મોરબીમાં જોઈએ તો મોરબીમાં બે કે પાંચ ઈંચ વરસાદ આવે તો પણ મુખ્ય માર્ગો ભરાઈ જતા હોય છે ત્યારે મોરબીમાં વોંકળા સફાઈ ક્યારે થશે તે સવાલ છે.






Latest News