મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ એજન્સીઓને હોર્ડિંગ બોર્ડ ઉતારી લેવા નોટિસ: ફોજદારીના સંકેત


SHARE











મોરબીમાં ત્રણ એજન્સીઓને હોર્ડિંગ બોર્ડ ઉતારી લેવા નોટિસ: ફોજદારીના સંકેત

વાવાઝોડાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા કોઈપણ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા નથી અને હવે જાહેરખબરના બોર્ડ લાગવાતી એજન્સીઓને તેના જોખમી હોર્ડિંગ બોર્ડને ઉતારી લેવા માટે આખરી નોટિસ આપવામાં આવી છે અને જો જોખમી બોર્ડને દૂર નહીં કરવામાં આવે તો તેની  સામે ફોજદારી કરવામાં આવશે તેવું અધિકારી જણાવ્યુ છે

મોરબી પાલિકાના ચીફ ઓફિસર ડી.સી.પરમારે જણાવ્યુ છે કે, વાવાઝોડાને લઈને ભારે પવન ફૂંકાઈ તેવી શક્યતા છે ત્યારે હોર્ડિંગ બોર્ડ જોખમી બને તેવી શક્યતા છે જેથી કરીને આવા જોખમી બોર્ડને દૂર કરવા માટે કહેવામા આવ્યું છે જો કે ઘણા જોખમી બોર્ડ હતા માટે ત્રણ એજન્સીઓને પાલિકાએ હોર્ડિંગ દૂર કરવા માટેની નોટીસ આપેલ છે જેમાં ચિત્રા, ક્રિષ્ના અને પશ્ચિમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સીનો સમાવેશ થાય છે અને જો બોર્ડ દૂર નહીં કરે તો તેની સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવશે






Latest News