મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

હળવદ તાલુકમાંથી ઝડપાયેલ કરોડોની રેતી ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











હળવદ તાલુકમાંથી ઝડપાયેલ કરોડોની રેત ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

 મોરબીનો હળવદ તાલુકો રેત ચોરી માટે સ્વર્ગ સમાન ગણવામાં આવે છે અને ખૂબ મોટા પાયે અહીંથી રેત ચોરી થાય છે અને તે જગજાહેર છે અને તે બાબત અહીંના રાજકારણીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓથી પણ વિદીત જ છે. છતા નકકર પગલા નથી લેવાતા તે ઉચ્ચકક્ષાએથી તપાસનો વિષય છે દરમ્યાનમાં થોડા સમય પહેલા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેત ચોરી બાબતે રેડ કરવામાં આવી હતી અને કરોડોની કિંમતના વાહનો જપ્ત કરી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી

આ રેડ કરી હતી ત્યારે મોટી સંખ્યામાં આરોપીઓને સ્થળ ઉપરથી પકડવામાં આવ્યા હતા અને કરોડોનો મુદામાલ પણ કબજે કર્યો હતો આ ગુનાની ક્રોસ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે.એલ.ઝાલાને સોંપવામાં આવી હતી. તેને થોડા સમય પહેલા આનંદ ધીરજલાલ સાણજા અને પરેશ સવજી વરસડા નામના બે આરોપીને પકડ્યા હતા અને ત્યાર બાદ હાલમાં મોરબી એલસીબીના રામભાઇ મંઢ સહિતની ટીમે બાતમી આધારે આરોપી હસમુખ કાનજીભાઇ પારઘી (૪૪) રહે. જૂની પીપળી મોરબી વાળો નાસતો ફરતો હોય તે આરોપી પીપળી ગામે હોય તેની ત્યાંથી ધરપકડ કરેલ છે અને હાલમાં બી ડિવિઝન પોલીસને હવાલે કરેલ છે

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા સીરામીક સીટી વિસ્તાર પાસેના જેમ સિરામિક નજીક રહેતા શિવમ રવિન્દ્રભાઈ રાજપુત નામના ૧૭ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની સિવિલે ખસેડાયો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ અહીંની આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ત્યાંથી બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરાયેલી હોય હાલ બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે. તેઓના પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા સીરામીક સીટી પાસેથી તે પગપાળા જતો હતો ત્યારે સિરામિક સિટીના ગેઇટ નજીક કોઈ અજાણ્યા ટ્રક ચાલકે શિવમ રાજપુતને હડફેટ લીધો હતો જેથી ઈજા થતા તેને હાલ સારવારમાં ખસેડાયો છે અને તે હાલ બેભાન હાલતમાં સારવાર હેઠળ હોય તેના ભાનમાં આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.






Latest News