વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક એસો. અને પેપરમિલ એસો. જલારામ મંદિર તેમજ લાયન્સ ક્લબ દ્વારા ફૂડ વિતરણ


SHARE











મોરબીમાં સિરામિક એસો. અને પેપરમિલ એસો. જલારામ મંદિર તેમજ લાયન્સ ક્લબ દ્વારા ફૂડ વિતરણ

મોરબી જિલ્લામાં વાવઝોડાને પગલે અગમચેતીના ભાગરૂપે અગાઉથી તંત્ર દ્વારા હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું ત્યારે અસરગ્રસ્તોના આશ્રયસ્થાન ઉપર વિવિધ સંસ્થાઓ અને સેવાભાવી મદદ માટે રાહત રસોડા શરૂ કરવામાં આવ્યા હતા અને લોકોને ભોજન આપવામાં આવ્યું હતું.

મોરબી સિરામિક એસો. અને પેપરમિલ એસો. દ્વારા વાવઝોડા અને વરસાદના અસરગ્રસ્તોની મદદ માટે રાહત રસોડા શરૂ કરવામાં આવ્યા હતા અને હજારોની સંખ્યામાં ફૂડ પેકેટ, તેમજ લોકોને પીવાના પાણીની બોટલો પહોચડવામાં આવેલ હતી છે. આવી જ રીતે માનવ સેવા એજ પ્રભુસેવા સમજીને સંજયભાઈ શેઠ દ્વારા ગરમા ગરમ મસાલેદાર વઘારેલા ભાત સ્થળાંતરિત લોકો સુધી પહોંચાડવામાં આવી હતી તો મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરના શ્રીહરિ યુવા જ્યોત દ્વારા ૧૮૦૦ ફૂટ પેકેટ તૈયાર કરીને મોરબી કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યા હતા આવી જ રીતે મોરબી જિલ્લા કરણી સેનાના આગેવાનોએ પણ ફૂડ પેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોચડવામાં આવ્યા હતા જેની માહિતી આપતા કરણી સેનાના જિલ્લાના પ્રમુખ મનોજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, સાપર ગામના રાજપૂત સમાજના ભાઈઓએ રણકાંઠે રહેતા મજૂરોને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.

 મોરબીના જલારામ મંદિરે સેવા યજ્ઞમાં આખી ટિમ જોડાઈ હતી અને ભારે વરસાદનાં કહેર વચ્ચે પણ દરેક આગેવાનો અડીખમ રહ્યા હતા ચાલુ વાવાઝોડાં વચ્ચે વર્ષામેડી, ક્રિષ્ના હોલ, જુમા વાડી, ઝુંપડપટ્ટી, મેઘાણી સ્કુલ, ગર્લ્સ સ્કુલ, યોગી સ્કુલ, વજેપરવાડી પ્રાર્થમિક શાળા, ન્યુ રેલવે કોલોની, પરશુરામ ધામના સ્થળાંતરીતોને હજારો ફુડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ સેવા કાર્યમાં ગીરીશભાઈ ઘેલાણી સહિતની ટીમે કામ કર્યું હતું તેવું નિર્મિતભાઈ કક્કડે માહિતી આપતા જણાવ્યુ છે.

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા પણ ફૂડપેકેટ તૈયાર કરીને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફૂડપેકેટ વિતરણ વ્યવથામાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી ની સમગ્ર ટીમનો સાથ સહકાર  અને સમાજમાંથી દાતાઓનો પૂરતો સહયોગ મળી રહેલ છે તેવું  લાયન્સ ઇન્ટરનેશલનાં સૌરાષ્ટ્ર કરછનાં પ્રથમ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન  રમેશ રૂપાલાએ  જણાવેલ છે. અને કોઈને પણ જરૂર હોય તો સંસ્થાના હોદેદારોનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News