રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનામાં મૃત્યુ પામેલા યુવાનના મોતનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા


SHARE











મોરબીના સિરામિક કારખાનામાં મૃત્યુ પામેલા યુવાનના મોતનું કારણ જાણવા વીસેરા લેવામાં આવ્યા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં કારખાનામાં મજૂરી ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં મૂળ ઓડિસાના રહેવાસી યુવાનનું કારખાનાની ઓરડીમાં મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ યુવાનના મૃત્યુના ચોક્કસ કારણને જાણવા માટે વીસેરા લેવામાં આવ્યા હોવાનું હાલમાં તપાસનીસ અધિકારી પાસેથી જાણવા મળી રહ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના મછાડા ગામના રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામની સીમમાં ડેલ્ટા સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા કિશોરચંદ્ર હરિભાઈ હંસડા જાતે આદિવાસી (૩૦) નામનો યુવાન રાત્રિના દસેક વાગ્યાની આસપાસ જમીને પોતાની મજૂરની ઓરડીમાં સૂતો હતો અને ત્યાર બાદ તે સવારે ઉઠ્યો ન હતો જેથી કરીને તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને લક્ષ્મીધારા હરિભાઈ હંસડા જાતે આદિવાસી (૧૮) રહે. હાલ ઝેડ સીરામીક લેબર કવાર્ટર મોરબી વાડીએ જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની તપાસ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં વીસેરા લેવામાં આવ્યા છે અને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે






Latest News