રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે વાવાઝોડાના અસરગ્રસ્તોને કેશ ડોલ્સ ચુકવાઇ


SHARE











ટંકારાના હડમતિયા ગામે વાવાઝોડાના અસરગ્રસ્તોને કેશ ડોલ્સ ચુકવાઇ

ગુજરાત સરકાર તેમજ વહીવટીતંત્ર દ્વારા બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વાંજા વિસ્તારના ૭૬ રહીશોને અગમચેતીના ભાગરૂપે હડમતિયાની શ્રી હડમતિયા કન્યા તાલુકા શાળા અને શ્રી હડમતિયા કુમાર પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ હતા. ગુજરાત સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર પામેલા વિચરતી વિમુક્ત જાતિઓના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમ(કેશ ડોલ્સ)ની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્ભવતા મહેસુલ વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડા દરમિયાન સ્થળાંતર કરવામાં આવેલ હોય તેવા પુખ્ત વયની વ્યક્તિને ૧૦૦ રૂપિયા અને બાળકદીઠ રૂપિયા ૬૦ પ્રતિદિન મળીને કુલ બે દિવસના ૧૨૫૬૦ હડમતિયા ગામના પંચ તેમજ ગામના તલાટી મંત્રી મનિષાબેન ગજેરા અને શિક્ષકોની હાજરીમાં ચૂકવવામાં આવ્યા  છે






Latest News