હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે યુવાનને છ શખ્સોએ માર મારતા ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE











મોરબીના રંગપર ગામે યુવાનને છ શખ્સોએ માર મારતા ઇજાગ્રસ્ત સારવારમાં

મોરબીના જેતપર ઉપર આવેલ રંગપર ગામે યુવાનને છ શખ્સો દ્વારા ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા અજય માવજીભાઈ સુરાણી (૨૩) નામના યુવાનને તેના ઘર પાસે વિપુલ સોમાભાઈ લોદરીયા, કિશોરભાઈ, અનિલભાઈ, વિપુલભાઈ ભરતભાઈ, નરેશભાઈ અને વિપુલ મુકેશભાઈ નામના છ શખ્સો દ્વારા ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને યુવાનને પગે, પીઠમાં અને ડાબા પંજામાં ઇજા થયેલ હતી અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ મારામારીના બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાનને કયા કારણોસર મારવામાં આવ્યો હતો તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

હાર્ટ એટેકથી મોત

મોરબીના જુના રોડ ઉપર આવેલ એવન્યુ ન્યુ પેપરમીલના લેબર કવાર્ટરમાં રહેતો હોય ત્યાં મજૂરી કામ કરતો યુવાન ગુલાબભાઈ જયલાભાઈ આહીરવાલ (૩૭) પેપરમીલની કોલોનીમાં હતો ત્યારે હાર્ટ અટેક આવતા તેનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના જીવાપર (ચ) ગામે રહેતા મુકેશભાઈ ઓઘડભાઇ હમીરપરા પોતાનું બાઈક લઈને ચકમપરથી પરત જીવાપર તરફ જતો હતો ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને મુકેશભાઈ હમીરપરાને ઈજા થઈ હોવાથી તેને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News