હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

માળિયા(મિં.)ના અર્જુનનગર ગામે ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત


SHARE











માળિયા(મિં.)ના અર્જુનનગર ગામે ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના અર્જુનનગર ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા યુવાનને વાડીની અંદર કામ દરમ્યાન કોઈ ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું.જેથી તેના ડેડબોડીને મોરબી સિવિલે લાવવામાં આવ્યું હતું.બનાવની જાણવા મળચી વિગતો મુજબ માળિયાના અર્જુનનગર ગામે ધીરૂભાઈ રાણાભાઇ બાલાસરાની વાડીએ ખેત મજૂરીનું કામ કરતા મુકેશ તેરસિંગભાઈ સોલંકી (ઉમર ૨૦) નામના યુવાનને વાડીએ કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી મુકેશનું ઘટના સ્થળે મોત નિપજયુ હતુ અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સ્કુટરની ચોરી

વાંકાનેરની મેઇન બજારમાં આવેલ મેહુલ ટેલિકોમ પાસે પાર્ક કરેલા એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૨૦ હજાર રૂપિયાની કિંમતના એકટીવાની ચોરી થઈ હોવા અંગેની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પ્રતાપ ચોક પાસે પાર્શ્વનાથ એપાર્ટમેન્ટમાં રહેતા ગૌતમભાઈ પ્રતાપભાઈ માથકીયા જાતે જૈન (ઉમર ૩૫) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ વાંકાનેરની મેઇન બજારમાં આવેલ મેહુલ ટેલિકોમ પાસે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ જે ૯૯૧૪ પાર્ક કરીને મૂક્યું હતું.જે ૨૦ હજાર  રૂપિયાની કિંમતનું એકટીવા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા તાલુકામાં આવેલ નવી નવલખી ખાતે ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા હનીફભાઈ જહાંગીરભાઈ જામ નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News