ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર નજીક મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, બાઈકની લૂંટ


SHARE











વાંકાનેરના સિંધાવદર નજીક મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો, બાઈકની લૂંટ

વાંકાનેર તાલુકાના સિંધાવદરથી ગાત્રાળનગર નજીક આવેલ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ પાસેના કાચા રસ્તા ઉપર જૂના મનદુખનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સો દ્વારા ગાળો આપીને ઢીકા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેના બાઈકની લૂંટ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવમાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે સમર્પણ આશ્રમની બાજુમાં રહેતા નીતિનભાઈ રતિલાલ પરમાર જાતે કડિયા (૩૭)એ મૂળ ગોંડલના રહેવાસી અને હાલ સિંધાવદર સમર્પણ આશ્રમ ખાતે રહેતા અમર વાળા અને ત્રણ અજાણ્યા શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અમર વાળા સાથે અગાઉ થયેલ મનદુઃખનો ખાર રાખીને તેણે બહારથી ત્રણ માણસો બોલાવ્યા હતા અને તે અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા તેને ગાળો આપીને ઢીકાપાટુનો તથા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ તેના બાઈક નંબર જીજે ૩૬ એમ ૧૨૩૩ જેની કિંમત ૨૦૦૦૦ રૂપિયા ના બાઈકની લૂંટ કરવામાં આવેલ છે અને આરોપીઓ નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે અમર વાળા સહિત કુલ ચાર શખ્સોની સામે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News