ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની હિન્દુ યુવા વાહીનીની ટીમે કતલખાને ધકેલાતા ૪૬ પશુઓને બચાવી લીધા


SHARE











મોરબીની હિન્દુ યુવા વાહીનીની ટીમે કતલખાને ધકેલાતા ૪૬ પશુઓને બચાવી લીધા

મોરબીના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, સામખીયારી તરફથી ગાડીમાં અબોલજીવને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી કરીને વોચ ગોઠવી હતા અને ત્યાર બાદ તાત્કાલિક સ્થળ ઉપર પોહચીને મોરબી હિન્દુ યુવા વાહીની દ્વારા ૪૬ જેટલા પશુઓને કતલખાને લઈ જવાતા બચાવી લેવામાં આવેલ છે.

મોરબીના તા ૨૨/૬ ના રોજ રાતે એક વાગ્યે સુરેશભાઈ રબારીએ ફોન આવ્યો હતો કે, કચ્છમાંથી એક ગાડી અબોલજીવને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે અને આ ગાડી માળીયાથી જામનગર જવાની છે તેવી માહિતી હતી જેથી કરીને વોચ રાખવામા આવી હતી અને નંબર જીજે ૧૦ ટીવી ૬૪૩૪ અને જીજે ૧૨ સીપી ૮૦૯૧ ગાડી આ બંને ગાડી કચ્છમાંથી આવી રહી હોય તેની હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક વોચ રાખવામા આવી હતી જેમાં મોરબી જિલ્લા અધ્યક્ષ કે.બી. બોરીચાહિન્દુ યુવાહીની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયાગૌરક્ષક જયરાજસિંહ ઝાલાગૌરક્ષક હર્ષભાઈગૌરક્ષક યશ વાઘેલા સહિતના હાજર હતા

આ ગાડી સામખીયારી બાજુથી આવી રહી હતી જો કે, ગાડી ટ્રાફિકમાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને તાત્કાલિક સ્થળ ઉપર જઈને ગાડી રોકવાની ટ્રાય કરતા તેમાંથી ગાડી ચાલક અને તેના સાથેના સાથીદાર ગાડી છોડીને ભાગી ગયા હતા જો કે, ગાડી પકડેલ છે અને ગાડીમાં ૪૬ પાડા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસ અધિકારીને અને ત્યાંના સ્થાનિક અગ્રણી જીવદયા પ્રેમી ગૌરક્ષક બાબુ મહારાજને જાણ કરતા તાત્કાલિકના ધોરણે બાબુ મહારાજ આવી ગયા હતા અને ગાડીને પોલીસ સ્ટેશને લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હતી

આ ૪૬ જીવોને લાકડીયા પાંજરાપુરમાં મૂકવામાં આવ્યા હતા અને સામખયારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ સફળ કામગીરીમાં ગૌરક્ષકો હરેશભાઈ ચોહાણા, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડગજેન્દ્રભાઈ બાબરા, દીપકભાઈ વાંકાનેર, દીપુભાઈ વાઘેલા, વૈભવભાઈ પટેલ તેમજ સામખયારી ગૌરક્ષક જીવદયા ટીમ અને હિન્દુ યુવા વાહીની ટીમના સભ્યો હાજર રહ્યા હતા






Latest News