ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓની પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી કરાઇ


SHARE











મોરબીની માધાપરવાડી શાળાની બાળાઓની પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી કરાઇ

મોરબીની માધાપરવાડી કન્યા શાળાની સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું છે,વાત જાણે એમ છે કે શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ગુજરાત રાજ્યની તમામ શાળાઓનું મોનીટરીંગ અને મેનેજમેન્ટ થઈ રહ્યું છે,વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળાઓમાં લેવાતી એકમ કસોટીઓ સત્રાંત અને વાર્ષિક પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું મૂલ્યાંકન થતું હોય છે જેમાં ખાસ કરીને ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન ત્રણેય વિષયમાં સત્રાંત અને વાર્ષિક પરીક્ષામાં ૮૦ માર્કથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોય એવા વિદ્યાર્થીઓની શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી કરવામાં આવે છે જેમાં ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨/૨૩ ની પરીક્ષાના આધારે ધો.૭ ની વિદ્યાર્થીનીઓ પૈકી હેન્સી દિલીપભાઈ પરમાર, વંદના હંસરાજભાઈ પરમાર,જાનવી હિતેશભાઈ ભટ્ટ,સ્વાતિ રમેશભાઈ પરમાર,અને ધો.૬ ની ગાયત્રી છગનભાઈ ડાભી અને હેમાંશી દિનેશભાઈ સરલા વગેરે વિદ્યાર્થીનીઓનો પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકેના પ્રમાણપત્ર અને બેઈઝ અર્પણ કરી સન્માન કરાયું હતું. આ તકે શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ તમામ વિદ્યાર્થીનીઓને તેમજ શિક્ષકોને અભિનંદન પાઠવેલ છે






Latest News