ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સગાઈ તૂટી ગયા બાદ યુવાને યુવતી સાથે ભાગીને લગ્ન કરી લેતા યુવાનની માતા-બહેનને ત્રણ શખ્સોએ માર માર્યો: મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં સગાઈ તૂટી ગયા બાદ યુવાને યુવતી સાથે ભાગીને લગ્ન કરી લેતા યુવાનની માતા-બહેનને ત્રણ શખ્સોએ માર માર્યો: મારી નાખવાની ધમકી

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતી મહિલાના દીકરા અને દીકરીના સામસામો સંબંધ રવાપર ગામે રહેતા પરિવાર સાથે થયો હતો જોકે ત્યારબાદ દીકરા અને દીકરીની સગાઈ તૂટી ગઈ હતી તેમ છતાં યુવાને જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે યુવતીને ભગાડી જઈને તેની સાથે લગ્ન કરી લીધા હતા જે બાબતનો રોષ રાખીને સામેવાળાએ મહિલા અને તેની દીકરીને ત્રણ શખ્સોએ ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આનતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણમાં મળતી હોય તો મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સોસાયટી પાસે મનસર કારખાનાની સામે રહેતા દેવીબેન ગાંડુભાઇ રાઠોડ જાતે રબારી (૪૫) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઈ રબારી, સુનિલભાઈ પ્રવીણભાઈ કરોતરા અને વિશાલભાઈ ઉપેનભાઈ રબારી રહે બધા મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ભારત નર્સરી પાસે ફરિયાદી તથા તેની દીકરી બંસીને આરોપીઓએ ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હતો અને ફરિયાદીને નીચે પાડી દીધા બાદ તેના ગાલ ઉપર અને માથામાં માર મારીને ઈજા કરી હતી તેમજ ભૂંડા બોલી ગાળો આપીને શૈલેષ રબારીએ તેઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. વધુમાં ફરિયાદી મહિલાએ જણાવ્યુ છે કે, તેના દીકરા દર્શન અને દીકરી બંસીની સગાઈ રવાપર ગામે રહેતા પ્રવીણભાઈ કરસનભાઈ કરોતરાના દીકરા સુનિલ અને દિવ્યા સાથે સામસામે  કરવામાં આવી હતી જોકે આ બંને ભાઈ-બહેનની સામ સામે જે સગાઈ કરવામાં આવી હતી તે સગાઈ તૂટી ગઈ હતી ત્યારબાદ ફરિયાદીના દીકરા દર્શને આરોપી સુનિલની બહેન દિવ્યા સાથે ભાગીને લગ્ન કરી લીધા હતા જે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા તેની દીકરીને માર મારવામાં આવ્યો છે જેથી કરીને ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 






Latest News