ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે ત્રિપલ અકસ્માત: રીક્ષા ચાલકને ગંભીર ઇજા થતા સારવારમાં, ગુનો નોંધાયો


SHARE











મોરબીના લાલપર ગામ પાસે ત્રિપલ અકસ્માત: રીક્ષા ચાલકને ગંભીર ઇજા થતા સારવારમાં, ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામના બસ સ્ટેશન પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ખાનગી ટ્રાવેલ્સ બસ અને આઇસરની વચ્ચે રીક્ષા આવી જતા રીક્ષા ચાલકને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં અજાણ્યા આઇસર ટ્રકના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાણસીણાના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતિયા પારામાં પાણીના ટાંકા પાસે રહેતા મેરૂભાઈ કરસનભાઈ મકવાણા (૩૫) નામના યુવાને અજાણ્યા આઇસર ટ્રકના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે બસ સ્ટેશન સામે આવેલ શ્યામ હોટલની સામેથી તે પોતાની રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૮૪૭૯ લઈને મકનસરથી બે પેસેન્જર ને પોતાની રિક્ષામાં બેસાડીને મોરબી તરફ આવતો હતો ત્યારે લાલપર ગામના બસ સ્ટેશન પાસે આગળ જતી ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે પોતાના વાહનને બ્રેક લગાવી હતી જેથી કરીને ફરિયાદીએ પોતાની રીક્ષાને બ્રેક કરતા તે ધીમે ધીમે આગળ જઈ રહ્યો હતો દરમિયાન પાછળથી આવી રહેલ અજાણ્યા આઇસર ટ્રકના ચાલકે ગફલત ભરી રીત પોતાનું વાહન ચલાવીને રીક્ષા ને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને રીક્ષા આગળના ભાગમાં ઉભેલ ટ્રાવેલ્સ બસમાં અથડાતા ત્રીપલ અકસ્માત થયો હતો અને આ અકસ્માતના બનાવમાં રીક્ષા ચાલક યુવાનને પગમાં સાથળના ભાગે અને ઢીંચણની નીચેના ભાગમાં બે ફ્રેક્ચર થયા હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે અજાણ્યા આઇસર ટ્રક ના ચાલક સામે ગુનો નોંધીને ઘટના સ્થળે અકસ્માત સર્જીને નાસી ગયેલ આઇસર ટ્રકના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News