ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય શરૂ થયો: ડો. દીપિકા સરડવા


SHARE











પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય શરૂ થયો: ડો. દીપિકા સરડવા

ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજી વડાપ્રધાન મોદીજીના નવ વર્ષના સુશાસનની વિકાસ ગાથા અને પ્રજાના હિતલક્ષી મહિલા સશક્તિકરણ સહિતની અનેક યોજનાઓના લાભ ગુજરાતની પ્રત્યેક મહિલાને મળે તે માટે ગુજરાતના ગામડે ગામડે, ઘર ઘર અને જન જન સુધી સતત પહોંચાડી રહ્યાં છે.

 વધુમાં  કન્યાના જન્મથી જ સરકાર લે દરકાર ધ્યેયમંત્ર અન્વયે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ કરીને, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, સુકન્યા સમૃદ્ધિ યોજના,વ્હાલીદિકરી યોજના, વિદ્યાર્થીની દીકરીઓને વિનામૂલ્યે એસટી બસ પાસસરસ્વતી સાધના યોજના, સગર્ભા મહિલાઓને પ્રસુતિની રજા 12 અઠવાડિયાથી વધારી 26 અઠવાડિયા કરીમુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખી મંડળની રચના, મુદ્રા યોજના જેવી અનેક યોજનાઓથી મહિલાઓને પગભર કરી આત્મનિર્ભર બનાવી છે. ઉજજવલા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સહિતની અનેક યોજનાઓ થકી મહિલાઓને લાભ આપવામાં આવ્યા છે તેમ ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાજીએ જણાવ્યું હતું.

ભાજપ દ્વારા શરુ કરાયેલા જનસંપર્ક અભિયાનમાં ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ગુજરાતના ગામડે ગામડે અને શહેરોમાં ભાજપના નવ વર્ષના સુંદર શાસનની વણથંભી વણઝારને થંભ્યાં વિના સતત આ વિકાસ ગાથા અને પ્રજાલક્ષી યોજનાઓથી કોઈ વંચિત ન રહે સૌ તેનો લાભ મેળવે અને ભાજપન ગૌરવવંતા આ નવ વર્ષના શાસનમાં દેશહિતમાં લેવાયેલા અનેક અભૂતપૂર્વ નિર્ણયોની ગાથાથી રાજ્યની તમામ મહિલાઓને માહિતગાર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છે ડો. દિપીકાબેન સરડવા ત્યારે આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી રંજનબેન. પી. કાંજીયાએ ઉપસ્થિતિ રહીને સ્ટુડન્ટ્સનો ઉત્સાહ વધાર્યો હતો.






Latest News