ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે


SHARE











મોરબીના જલારામ મંદિરે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ડી.કે.પટેલ (હ.કાંતિભાઈ પટેલ રંગોલી લેમિનેટ્સ) પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે ત્યારે આ મંદિરે યોજાયેલા અત્યાર સુધીના ૨૨ કેમ્પમા કુલ ૭૧૨૩ લોકોએ લાભ લીધો તેમજ  ૩૧૬૧ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે

ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તા.૪/૭/૨૦૨૩ મંગળવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબીના ડી.કે.પટેલ (રંગોલી લેમિનેટ્સ) પરિવારના સહયોગ થી વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. અને કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- ૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા- ૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ- ૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા- ૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે જણાવ્યુ છે.






Latest News