ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન અને એલપીજી ગેસની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ૧૨.૫૦ ટકાનો વધારો


SHARE











મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન અને એલપીજી ગેસની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ૧૨.૫૦ ટકાનો વધારો

મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસ ઉપરાંત પ્રોપેન અને એલપીજી ગેસ પ્રોડકશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે સરકારે હાલમાં પ્રોપેન અને એલપીજી ગેસ ઈમ્પોર્ટ ડ્યુટી એકી સાથે સાડા બાર ટકા વધારી દીધી છે જેથી કરીને પ્રોપેન ગેસ અને એલપીજી ગેસના ભાવ ઘટે તેવી શક્યતા હતી જો કે, હાલમાં તે ભાવ ઘટ્યા નથી જેથી કરીને હાલમાં પ્રોપેન અને એલપીજી ગેસના ભાવ તેમજ નેચરલ ગેસના ભાવ એક સરખા જેવા થઈ ગયેલ છે

કેન્દ્ર સરકાર દ્વારા ૧ જુલાઈથી પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કર્યો છે અને પહેલા જે ઈમ્પોર્ટ ડ્યુટી ૨.૫૦ ટકા હતી તેમાં ૧૨.૫૦ ટકાનો વધારો કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં ૧૫ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી થઈ ગયેલ છે જેથી કરીને સિરામિક ઉદ્યોગકારો હાલમાં મુઝવણમાં મુકાઇ ગયા છે કેમ કે, જુલાઇ મહિનાથી પ્રોપેન અને એલપીજી ગેસના ભાવોમાં ઘટાડો થશે તેવી શક્યતા હતી જો કે, ભાવમાં ઘટાડો થવાની આશા ઉપર પાણી ફરી વળ્યું છે કેમ કે, ઈમ્પોર્ટ ડ્યુટી વધવાના લીધે હાલમાં પ્રોપેન અને એલપીજી ગેસના અને નેચરલ ગેસના ભાવમાં વધુ તફાવત રહ્યો નથી જો કે, આજની તારીખે મોરબીમાં પ્રોપેન અને એલપીજી ગેસનો ૨૮ લાખ કયુબિક મીટરથી વધુ જુદાજુદા કારખાનામાં વપરાશ થાય છે અને ૪૩ થી ૪૫ લાખ કયુબિક મીટર નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટ બનાવવામાં આવી રહી છે હાલમાં સિરામિક એસો.ના પ્રમુખે માહિતી આપતા જણાવ્યુ હતું કે, ગેસના અગાઉ ૪૪.૫૦ રૂપિયા હતા તેમાં ઈમ્પોર્ટ ડ્યુટી વધવાના લીધે પાંચ રૂપિયા જેટલો વધારો થયો છે અને હાલમાં મોરબીના ઉદ્યોગકારોને તે ગેસ ૪૯.૫૦ ના ભાવથી મળશે આ પરિસ્થિતિમાં મોરબીના ઉદ્યોગકારોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું છે






Latest News