ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ગુપ્ત ભાગે અજાણ્યા શખ્સે પાટુ મારતા બેભાન થયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં ગુપ્ત ભાગે અજાણ્યા શખ્સે પાટુ મારતા બેભાન થયેલ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે વરિયા મંદિર નજીક રહેતા યુવાનને ગુપ્ત ભાગે કોઈ અજાણ્ય વ્યક્તિએ પાટુ માર્યું હતું જેથી કરીને બેભાન હાલતમાં તે યુવાનને તેની પત્ની સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવી હતી અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીમાં વરીયા મંદિર પાસે શેરી નં-૭ માં શૈલેષ બેચરભાઈ મકવાણા (૩૫) નામના યુવાનને ગુપ્ત ભાગે કોઈ અજાણ્યા વ્યક્તિએ પાટુ માર્યું હતું જેથી કરીને બેભાન હાલતમાં તે યુવાનને તેના પત્ની સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

પડધરી તાલુકાના ચણોલ ગામે રહેતા પારૂલબેન પ્રવીણભાઈ જારીયા (૩૫) ને તેઓના ઘર પાસે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવી ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની પ્રથમ મોરબી જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ હતી અને આ બનાવ પડધરી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ટીંબડી ગામ પાસે રહેતા સંજીવ રામેશ્વર (૧૬) નામનો યુવાન પ્રિન્ટ પેક પાસેથી ૮-એ નેશનલ હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા સંજીવને ઈજા થઈ હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં મોરબી સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News