ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગરમાં વૃદ્ધાને મારી નાખવાની ધમકી આપનારા આરોપીની ધરપકડ


SHARE











મોરબીના મહેન્દ્રનગરમાં વૃદ્ધાને મારી નાખવાની ધમકી આપનારા આરોપીની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પીપરવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધા શેરીમાં હતા ત્યારે મારી વાતો કેમ કરતા હતા તેવું કહીને એક શખ્સે ગાળો આપી હતી અને ગાડીની ડેકીમાંથી લાકડી કાઢીને મારવાનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે પીપરવાડી વિસ્તારમાં રહેતા લીલાબેન ઈશ્વરભાઈ ચાડમીયા જાતે પટેલ (૬૧)એ આશિષભાઈ ધીરુભાઈ વીરડા રહે. મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તાર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કેતેઓ પોતાના ઘર પાસે શેરીમાં બેઠા હતા ત્યારે સફેદ કલરની ગાડીમાં આરોપી ત્યાં આવ્યો હતો અને તેણે શેરીમાં ગાડી ઉભી રાખીને ફરિયાદી વૃદ્ધાને કહ્યું હતું કે “દસ દિવસ પહેલાં હું ગાડી લઈને નીકળ્યો ત્યારે મારી વાતો કેમ કરતા હતા” તેમ કહીને ગાળો આપી હતી અને બાદમાં ગાડીની ડેકીમાંથી લાકડી કાઢીને મારવાનો પ્રયાસ કર્યો હતો અને વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી આશિષભાઈ ધીરુભાઈ વીરડા (૨૭) રહે. મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે પાનેલી રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસેથી ડબલ સવારી બાઇક પસાર થતું હતું ત્યારે તે બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઈકમાં બેઠેલા લખીબેન ગોવાભાઇ વાઘેલા (૪૫) નામના મહિલાને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News