ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે


SHARE











હળવદના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની નિમણુંક કરાશે

ઉમેદવારોએ  આગામી ૧૭ જુલાઈ-૨૦૨૩સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ ૧૭ જુલાઈ સુધીમાં ઉમેદવારે રૂબરૂ કચેરીના કમકાજના સમયે અરજી ફોર્મ રૂ.૫ની ફી સાથે ભરવાનું રહેશે.સંચાલક તરીકે મહિલા તથા અનુભવી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે ઉપરાંત પુરૂષ પણ  અરજી કરી શકશે. ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે.

હળવદ મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૧૭-૦૭-૨૦૨૩ સુધીમાં મોકલી આપવાનું રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી હળવદનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ હળવદ મામલતદારની યાદીમાં જણાવાયું છે.






Latest News