ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના પાસે માર મારીને યુવાનની હત્યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE











મોરબી નજીક કારખાના પાસે માર મારીને યુવાનની હત્યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે યુવાનને માર મારીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહનું ફોરેન્સિક પીએમ રાજકોટ ખાતે કરવવામાં આવ્યું હતું ત્યાર બાદ પોલીસે બિસ્કોન સિરામિકના સિક્યુરિટી ગાર્ડ સાહિત ત્રણ શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને હાલમાં તે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવેલ છે જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે કયું સેવન સીરામીક નજીકથી આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડયો હતો અને મૃતકને માર માર્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાનું સામે આવતા પોલીસે રણજીતભાઈ પરવાસીયા મોલ જાતે સબર (૪૧) રહે હાલ સીમસ્ટોન સીરામીક લેબર કવાર્ટર વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ તાલુકો વાંકાનેર મૂળ રહે ઓરિસ્સા વાળાની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોંધીને મહેશભાઈ વસુનિયા, રાજેન્દ્ર ગુર્જર અને ઈરફાન કુરેશી રહે. ત્રણેય બિસ્કોન સીરામીક નીચી માંડલ નજીક મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મરણ જનાર ટિક્કીસિંગ ચેતન્યસિંગ બીસ્કોન સીરામીક કારખાનામાં જવા માંગતો હોય બીસ્કોન સીરામીકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા આરોપી મહેશભાઈ વસુનીયા સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મહેશભાઈ વસુનીયાએ રાજેન્દ્ર ગુર્જર અને ઈરફાન કુરેશીને બોલાવ્યા હતા અને તે ત્રણેય મળીને હાથેથી તથા લાકડી વડે ટિક્કીસિંગને માર માર્યો હતો જેથી કરીને ટિક્કીસિંગનું મોત નીપજ્યું હતું આ ગુનામાં મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળા અને તેની ટીમે તેમજ એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ અને તેની ટીમે આરોપી રાજેન્દ્ર બનેસિંહ ખુલજી ગુર્જર (૨૮) સીકયુરીટી ઇન્ચાર્જ રહે. અમરપુરા (ખાકરા તેજા પંચાયત) તા.ખ્યાવરા જિલ્લો રાજગઢ (એમ.પી.) હાલ. ગુર્જર હોટલ, આંદરણા તાલુકો મોરબી, મહેશ ભુરાભાઇ વસુનીયા જાતે આદીવાસી (૨૭) સીકયુરીટી રહે. ભુરીઘાટી, તડવી ફળીયુ,(પાંચ પીપળા પંચાયત જીલ્લો જાંબુઆ એમ.પી.) હાલ બીસકોન સીરામીક ફીકટરીમાં નીંચીમાંડલ અને અબરાર ઉર્ફે ઇરફાન રઇશખાન કુરેશી જાતે મુસ્લીમ (૨૩) સીકયુરીટી (રહે, કટવર સાહીપુર તાલુકો લાલગંજ જિલ્લો પ્રતાપગઢ યુ.પી.) હાલ. ગુર્જર હોટલ, આંદરણા મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News