ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે સુભાષનગર પાસે હવામાં ફાયરિંગ: ગુનો નોધાયો


SHARE











મોરબીના રવાપર રોડે સુભાષનગર પાસે હવામાં ફાયરિંગ: ગુનો નોધાયો

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુભાષ નગર પાસે કારમાં બેઠેલ વ્યક્તિ જાહેરમાં ન છાજે તેવી વર્તણૂક કરતો હતો જેથી કરીને તેને ત્યાં ન બેસવા કહ્યું હતું તેમ છતાં પણ તે ત્યાંથી તેની કાર લઈને ગયો ણ હતો અને બીજા માણસોને ત્યાં બોલાવ્યા હતા જેથી કરીને લાઇસન્સ વાળા હથિયારમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે બાબતની મોરબી સીટી એ ડિવિઝન પોલિસની ટીમને હકીકત મળતા પોલીસે હવામાં ફાયરિંગ કરનારા શખ્સની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર પાસે અભય કુંભારવાડિયા નામનો વ્યક્તિ પોતાની ફોરવિલ કાર ત્યાં પાર્ક કરીને જાહેર પબ્લિકમાં ન છાજે તેવી વર્તણુક કરતો હતો જેથી રવાપર રોડ ઉપર સુભાષનગર પાસે રહેતા જતીન રામજીભાઈ વામજાએ સોસાયટીની સામે નહીં બેસવા માટે કહ્યું હતું અને તેમ છતાં ફોરવીલ કાર ત્યાંથી લઈને ગયેલ ન હતો અને બીજા માણસોને ત્યાં બોલાવ્યા હતા ત્યારે જતીન વામજાએ પોતાના લાઇસન્સ વાળા હથિયારમાંથી એક રાઉન્ડ ફાયર કર્યું હતું જે અંગેની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને થતા પોલીસ દ્વારા તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન જતીન રામજીભાઈ વામજા જાતે પટેલ (૨૮) રહે. સુભાષનગર રવાપર રોડ મોરબી વાળાએ પોતાની લાયસન્સ વાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું જેથી લાઇસન્સ વાળા હથિયારની શરતના નિયમનો ભંગ કરી રાઉન્ડ ફાયરિંગ કરી લોકોમાં ભય ફેલાવ્યો હોવાથી તેની સામે આર્મ્સ એક્ટની કલમ ૩૦ તથા આઇપીસી કલમ ૩૩૬ મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News