મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ખાતે ફળાઉ રોપાનું વિતરણ, મોરબીમાં ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ નિમિતે રાહત દરે વસ્તુઓનું વિતરણ


SHARE













ટંકારાના મીતાણા ખાતે ફળાઉ રોપાનું વિતરણ, મોરબીમાં ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ નિમિતે રાહત દરે વસ્તુઓનું વિતરણ

ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલી સરકારી નર્સરી ખાતે ફળ પાકના રોપા, ઔષધિ રોપા, ઈમારતી રોપા ધટાટોપ છાયાના રોપા, વિગેરે નાગરિકોને રાહત ભાવે મળી રહશે.સીતાફળ, બીલા, રાયણ, આંબલી, આંબળા, જામફળ, જાંબુ, અરડૂસી, કેન્સરની સારવાર માટે પથરી માટે સહિતના રોપાઓ ટોકનદરે ઉપબ્ધ છે.જેથી રસ ધરાવતા અને ખરીદી કરવા માંગતા વ્યક્તીને ૧૦, સ્કુલે ૧૦૦, ગ્રામ પંચાયતને ૫૦૦, સ્વેચ્છીક સંસ્થા સ્વ ઉછેર માટે માગ્યા મુજબ રોપા લેટરપેડ ઉપર વિનામૂલ્યે આપવામાં આવશે.વધુ માહિતી માટે રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એન.એસ.ખફિફ (મો.૯૯૦૯૯ ૧૬૦૯૯ )અથવા મિતાણા નર્સરી કચેરી ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ૨૦૨૩ અંતર્ગત પ્રદર્શન કમ વેંચાણ

ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ-૨૦૨૩ મિશનના ભાગરૂપે મોરબીમાં પણ મિલેટ્સ વર્ષ ૨૦૨૩ અંતર્ગત પ્રદર્શન કમ વેંચાણ થશે.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ, કૃષિ યુનિવર્ષીટી-મોરબી અને હરડે પ્રચાર કેન્દ્ર-મોરબી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ પ્રદર્શન કમ વેંચાણ કેન્દ્ર ઉપરથી ભારત સરકાર દ્વારા  ઘોષિત મિલેટસ વર્ષ અંતર્ગત વિવિધ હળવા અને હલકા ધાન્યો (જેવા કે કોદરો, કાંગ, સામો, બાજરી, જવ, જુવાર, રાગી વગેરે) વિશેની માહિતી, તેની ઉપલબ્ધી અને શરીરના પૌષ્ટીક-સમતોલ પોષણ માટે એની જરૂરિયાત વિશે જાણકારી મેળવી શકશો.ઉપરોકત મિલેટ કેટેગરીનાં ધાન્યો પૈકી ઉપલબ્ધ ધાન્યોનું અહીંથી વેંચાણ પણ કરવામાં આવશે.મોરબીના માર્કેટિંગ યાર્ડની બહારની બાજુ, આર.ડી.સી. બેંકનાં દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે તા.૧૬ સવારના ૯ થી બપોરનાં ૧ વાગ્યાં સુધી વિતરણ થશે.








Latest News