મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના સુરવદર-માળિયામાં દારૂની બે રેડ: નાની મોટી દારૂની ૧૫૦ બોટલ કબજે, બુટલેગરોની શોધખોળ


SHARE











હળવદના સુરવદર-માળિયામાં દારૂની બે રેડ: નાની મોટી દારૂની ૧૫૦ બોટલ કબજે, બુટલેગરોની શોધખોળ

હળવદ તાલુકાના સુરવદર ગામની સીમમાં ઝૂપડામાં અને મીયાણાની મોટી બજાર માલાણી શેરીમાં દારૂની બે રેડ કરી હતી ત્યારે ઝૂપડામાંથી ૩૦ બોટલ દારૂ મળ્યો હતો જો કે, આરોપી ન હોવાથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે માળીયામાં ઘરમાંથી દારૂના ૧૨૦ ચપલા મળી આવ્યા છે જો કે, આરોપી હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના સુરવદર ગામની શોભાસર સીમ વાળા રસ્તે ઝૂંપડામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઝૂંપડામાંથી દારૂની ૩૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫,૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો કરસનભાઈ ધામેચા જાતે કોળી રહે. સુરવદર તાલુકો હળવદ વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ રહે છે

માળિયા મિયાણાની મોટી બજાર માલાણી શેરીમાં રહેતા રસુલ ઉર્ફે કારો માલાણીના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂના ૧૨૦ ચપલા મળી આવ્યા હોય પોલીસે ૧૨ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, આરોપી રસુલ ઉર્ફે કારો મુસાભાઈ માલાણી ઘરમાં હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News