મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે કારખાનામાં કામ બાબતે સામસામે મારામારી: ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિ સારવારમાં


SHARE







ટંકારાના છતર ગામે કારખાનામાં કામ બાબતે સામસામે મારામારી: ઇજાગ્રસ્ત ચાર વ્યક્તિ સારવારમાં

ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ કારખાનામાં કામ બાબતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો અને જે બનાવવામાં કુલ મળીને ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા વ્યક્તિઓને મોરબી અને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ ફનવેવ કંપનીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આકાશ જયસુખભાઈ પરમાર (૧૯) રહે. છતર તેમજ રાજુ બાબુભાઈ ગમારા (૨૦), વિપુલસિંહ દશરથસિંહ જાડેજા (૨૪) અને રવિરાજસિંહ કિરીટસિંહ જાડેજા (૩૨) રહે ત્રણેય વીરવાવ તાલુકો ટંકારા વાળાને ઇજા થઈ હતી જેથી કરીને આકાશ પરમારને સારવાર માટે રાજકોટ અને અન્ય ત્રણ ઇજા પ્રશ્નોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવેલ છે અને આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ વિપુલભાઈ પટેલે ચલાવી હોય તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કારખાનામાં કામ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ સામસામે મારામારીનો બનાવ બન્યો છે તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવ અંગેની જાણ કરવામાં આવી છે

મારા મારતા ઇજા

વાંકાનેરમાં બહુચરાજી મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજકોટના પડવલ ગામે રહેતા પ્રવીણભાઈ મારાભાઈ ખરેખા (૪૫) અને રસિકભાઈ નાથાભાઈ કરેડી (૩૫)ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને પ્રથમ વાંકાનેરમાં સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વાંકાનેર સીટી પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે અને આ બંને વ્યક્તિને અજાણ્ય શખ્સ દ્વારા ઢિકાપાટુ અને લાકડી વડે માર મારવામાં આવ્યો છે તેવું સામે આવ્યું છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જીતેશ રાજુભાઈ મુંધવા (૨૪) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છ






Latest News