મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા શેરી ફેરીયાના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલ લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો


SHARE











મોરબી પાલિકા દ્વારા શેરી ફેરીયાના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલ લાભાર્થીઓ માટે કેમ્પ યોજાયો

મોરબી નગરપાલિકા દ્વારા શેરી ફેરીયાના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલ લાભાર્થીઓને એક જ સ્થળે નિયત સમયે તમામ યોજનાઓનો લાભ એકી સાથે મળી રહે અને તેમની રોજગારી પર અસર ન થાય તે માટે તા.૨૦ અને ૨૧ જુલાઈ ૨૦૨૩ દરમ્યાન બે દિવસીય કેમ્પનું આયોજન કાયાજી પ્લોટ સ્થીત કોમ્યુનીટી હોલ ખાતે કરાયું હતું. ભારત સરકારની પી.એમ સ્વનિધી યોજના અંતર્ગત શહેરી શેરી-ફેરીયાઓને ધંધા-વ્યવસાયમાં મદદરૂપ થવા પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦ અને પછીથી ૨૦,૦૦૦ ત્થા ૫૦,૦૦૦ એમ ત્રણ તબક્કામાં નિયમીત લોન ભરપાઈ થયેથી ક્રમશઃ બેંક મારફત લોન અપાવવામાં આવે છે.

પી.એમ. સ્વનિધી યોજનાનું અમલીકરણ જે-તે નગરપાલિકા તથા બેંકો દ્વારા કરવામાં આવતું હોય છે. આ લોનનો લાભ મેળવેલ તથા સોશીયોઇકોનોમિક પ્રોફાઈલ અંતર્ગત સર્વે થયેલ ફેરિયાઓ અને તેમના પરિવાર-જનોને સરકારની અન્ય યોજનાઓ જેવી કે પી.એમ. સુરક્ષા વીમા યોજના, પી.એમ. જીવન જ્યોતિ વીમા યોજના, પી.એમ. જનધન યોજના, શ્રમયોગી માનધન યોજના, વન નેશન વન રેશન કાર્ડ યોજના, માતૃવંદના અને જનની સુરક્ષા યોજના, બાંધકામ શ્રમયોગી કલ્યાણ યોજના વગરેનો લાભ અપાવવા ખાસ કેમ્પોનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. આ કેમ્પમાં અંદાજે ૪૦૦ જેટલા લાભાર્થી પરિવારોએ હાજરી આપી  વિવિધ યોજનાઓનો લાભ લેવા આવેદન કર્યું હતું. અને આગામી સમયમાં પણ આવા કેમ્પોના આયોજન થકી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે મોરબી પાલિકાએ આ તકે તત્પરતા દર્શાવેલ હતી. તેમ મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરની અખબારી યાદીમાં જણાવાયું હતું.






Latest News