મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા, માળીયા અને વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: ૧૨ જુગારી પકડાયા, ત્રણ ફરાર


SHARE







ટંકારા, માળીયા અને વાંકાનેર તાલુકામાં જુગારની ત્રણ રેડ: ૧૨ જુગારી પકડાયા, ત્રણ ફરાર

મોરબી જિલ્લાના ટંકારા, માળીયા અને વાંકાનેર તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા કુલ મળીને ૧૨ જુગારી પકડાયા હતા જો કે, ટંકારામાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ત્રણ જુગારી પોલીસને જોઈને નાસી ગયા હતા જેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

ટંકારાના મોરબી નાકા બહાર દેવીપુજકવાસમાં ગોરધનભાઈ સીદાભાઈના મકાનથી આગળ જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે સ્થળ ઉપરથી પોલીસે તુલસીભાઈ ગોરધનભાઈ કુંઢીયા (૫૫), ચતુરભાઈ તુલસીભાઈ કુંઢીયા (૩૨), સુંદરભાઈ લાખાભાઈ કુંઢીયા (૩૫) અને હસમુખભાઈ શીવાભાઈ કુંઢીયા (૩૯) રહે. બધા ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રોકડા રૂપિયા ૧૨૨૩૦ કબજે કરવામાં આવ્યા છે અને પોલીસને જોઈને ત્રણ જુગારીઓ નાસી ગયા હતા જેમાં નાથાભાઈ ગોવાભાઇ કુંઢીયા, વાસુરભાઈ નવનીતભાઈ કુંઢીયા અને સંજયભાઈ પ્રકાશભાઈ વિકાણી રહે. ત્રણેય ટંકારા વાળાનો સમાવેશ થતો હોય તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર જુગાર

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા હોવાની હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઢુવા ચોકડી પાસે ચલણી નોટના આધારે જુગાર રમતા વારસિંગભાઈ મંગાભાઈ દેકાવાડિયા (૩૨) અને રમેશભાઈ મેહુલભાઈ ડાભી (૨૨) રહે બંને વીરપર તાલુકો વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૧૧૫૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા જુગાર

માળીયા મીયાણાના જાજાસર ગામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સામાભાઈ વીરાભાઇ કારૂ (૪૨), નવઘણભાઈ મોહનભાઈ કારૂ (૩૫), વાઘાભાઈ રણછોડભાઈ કારૂ (૫૦), ઉકાભાઇ દેવાભાઈ સવસેટા (૬૫), હકુભાઈ ડાયાભાઈ સોમાણી (૩૭) અને મનસુખભાઈ જીવાભાઇ કારૂ (૪૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડા ૧૩૫૨૦ કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News