મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતોને ફળપાકમાં રોપા માટે સરકાર તરફથી સહાય અપાશે


SHARE











મોરબી જીલ્લામાં ખેડૂતોને ફળપાકમાં રોપા માટે સરકાર તરફથી સહાય અપાશે

ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમઅંતર્ગત ચાલુ વર્ષે ખેડૂતો આંબા અને જામફળ પાકમાં, ઘનિષ્ઠ ખેતી પધ્ધતિ અપનાવે તેમજ કેળપાકમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી અપનાવી ખેતી કરે તેવા ઉદેશ સાથે ખેડૂતોને આંબા અને જામફળ ફળપાકની કલમો તથા કેળ પાકમાં ટીસ્યુ રોપામાં સહાય આપવામાં આવશે.

આંબા પાકમાં કલમ દીઠ રૂ.૧૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે ધ્યાને લઈ રૂ. ૪૦,૦૦૦ પ્રતિ હેક્ટર જેમાં ઓછામાં ઓછા ૪૦૦ કલમો/હે. તેમજ જામફળ માટે કલમ દીઠ રૂ.૮૦ ઓછામાં ઓછા ૫૫૫ કલમો/હે. માટે અને રૂ. ૪૪,૦૦૦ પ્રતિ હેક્ટર અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે મળવા પાત્ર રહેશે. ઉપરાંત પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકની ખેતી આંતરપાક તરીકે કરવામાં આવે તો આંબા પાકમાં રૂ.૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર અને જામફળ પાકમાં રૂ. ૬૦૦૦ પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે. કલમો કૃષિ યુની./બાગાયત ખાતાની નર્સરી/NHB માન્ય નર્સરીમાંથી ખરીદી કરવાના રહેશે. કેળ પાકમાં ટીસ્યુ રોપા દીઠ થયેલ ખર્ચ પૈકી મહતમ રૂ.૫ ઓછામાં ઓછા ૩૦૦૦ રોપા માટે રૂ. ૧૫,૦૦૦/હેક્ટર બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. ટીસ્યુકલ્ચર રોપા DBT માન્ય ટીસ્યુ લેબ અથવા GNFC, GSFC, કૃષિ યુની. ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર લેબ પાસેથી ખરીદવાના રહેશે. આ ઘટકોમાં સહાય મેળવવા તા. ૧૮/૭/૨૦૨૩ થી ૧૭/૮/૨૦૨૩ સુધીમાં I-Khedut Portal પર ઓનલાઇન અરજી કરી. અરજીપત્રક સાથે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ) જેવા સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબી ના સરનામે રજુ કરવાના રહેશે. તેમ મોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.






Latest News