મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે એક માળની ઊંચાઈએથી નીચે પડી જતા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના નાની વાવડી ગામે એક માળની ઊંચાઈએથી નીચે પડી જતા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ ખસેડાયો

મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતો યુવાન પોતાના ઘરે પહેલા માળની ઊંચાઈએથી નીચે પડી ગયો હતો જેથી ઈજા પામતા અત્રેની સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામે રહેતો રાજેશભાઈ વેલજીભાઈ સોલંકી નામનો ૩૦ વર્ષનો યુવાન તેના ઘરે હતો ત્યારે ત્યાં તે પહેલા માળ જેટલી ઊંચાઈએથી નીચે પડી ગયો હતો.જેના પગલે તેને ઇજાઓ થઈ હોય અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં તેની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ વધુ ઇજા જણાતા હાલ તેને રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ નેહલબેન ખડીયા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

કચ્છના રાપર તાલુકાના પલાસવા ગામના પ્રભુભાઈ કુંભાભાઇ રાજપુત નામના ૫૦ વર્ષના આધેડને મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ કાવેરી સિરામિક સામેના ભાગે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી જાણ કરવામાં આવેલી હોવાથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ કરવા માટે હોસ્પિટલે પહોંચ્યા હતા.જોકે પોલીસ પહોંચે અને પૂછપરછ કરે તે પૂર્વે જ ઇજાગ્રસ્ત પ્રભુભાઈ રાજપુત હોસ્પિટલેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયા હતા..!

બાળકી સારવારમાં

મૂળ પંચમહાલના મોરવાહરફ નજીક આવેલ રજાઈ ગામના વતની અને હાલ મોરબીના બીલીયા ગામે વાસુદેવભાઈ પોપટભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારની ચાર વર્ષની દીકરી રાજેશ્વરી મુકેશભાઈ ડીંડોરને વહેલી સવારે વાડીએ સાપે દંખ મારતા તેણીને બેભાન હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી.હોસ્પિટલ ખાતે તેણીની સારવાર ચાલુ કર્યા બાદ આ અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર અર્જુનસિંહ ઝાલા દ્વારા બનાવની આગળની વધુ તપાસ શરૂ કરાઇ છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા દિવ્યાબેન પ્રભુભાઈ ઉઘરેજા નામની મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા મોરબીના સામાકાંઠાની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેઓ બાઈકમાં બેસીને ઘરેથી વાડીએ જતા હતા તે દરમિયાનમાં રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થતા ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ બનાવની નોંધ કરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News