મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં પડેલ ખાડાથી ગ્રાહકો-વેપારીઓ ત્રાહિમામ


SHARE









મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં પડેલ ખાડાથી ગ્રાહકો-વેપારીઓ ત્રાહિમામ

મોરબી માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગમાં રસ્તામાં મસમોટા ખાડા પડી ગયા છે જેની યાર્ડના કર્મચારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને નાના વાહન ચાલકો, રેકડી વાળા અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ કામગીરી માટે માર્કેટ યાર્ડ શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન દ્વારા વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, યાર્ડના દુકાન ધારકોના હિતને નુકશાન પહોચાડવાના મલિન ઇરાદા સાથે યાર્ડના ગેટ પાસે સીધા વાહન દ્વારા વેચાણ કરવા પર કોઈ રોક-ટોક ન રાખતા, ટ્રક કે અન્ય વાહન દરવાજા પાસે ઉભુ રાખી સીધું વેચાણ કરવા દેતા, ગ્રાહકો અંદર પડેલ ખાડા અને બિસ્માર રસ્તા અને ગંદકીને કારણે માલની ખરીદ કરવા આવતા નથી જેથી કૈરને વેપારીઓને નુકશાન થાય છે માટે યાર્ડ અધિકારી, કર્મચારી કે ચૂંટાયેલ પ્રતિનિધિઓને ગ્રાહક, દુકાન ધારકોની પરેશાની દૂર કરવા માટે ત્વરિત કામગીરી નહિ કરાય તો ઉચ્ચ કક્ષાએ જિલ્લા રજિસ્ટ્રાર અને કલેકટરને રજૂઆત કરવામાં આવશે તેવું વેપારી એસોસિયેશનએ જણાવ્યુ છે




Latest News