મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત હસ્તકના ૫૦ વર્ષ જૂના જર્જરિત ક્વાર્ટર ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું


SHARE









મોરબી જિલ્લા પંચાયત હસ્તકના ૫૦ વર્ષ જૂના જર્જરિત ક્વાર્ટર ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

થોડા સમય પહેલા જૂનાગઢમાં એક જર્જરિત મકાન તૂટી પડ્યું હતું જેથી કરીને લોકોના મોત થયા હતા આવી જ ઘટના મોરબી જિલ્લા પંચાયત હસ્તકના મકાનમાં ન બને તે માટે ડીડીઓની સૂચનાથી ૫૦ વર્ષ પહેલા આવસોને તોડી પાડવામાં આવેલ છે અને ત્યાં ગેરકાયદેસર રહેતા રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારોના કુલ ૧૧ સભ્યોને ત્યાંથી હટાવીને દબાણ દૂર કરવામાં આવેલ છે

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં. ૧૮૭ પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે બીઆરસી ભવનની બાજુમાં મોરબી તાલુકા પંચાયતના ૧૯૭૨ માં બનેલ જુના જર્જરીત ક્વાર્ટર્સ આવેલા છે જેમાં રીટાયર્ડ કર્મચારીઓના ૩ પરિવારોના કુલ ૧૧ સભ્યો ગેરકાયદેસર રહેતા હતા. અને ભયજનક મકાનો અને સરકારી આવાસોમાં ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો જેથી કરીને ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજાની સૂચના મુજબ ટીડીઓ દીપાબેન એચ. કોટકની ટીમે પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવા માટની કામ શરૂ કરવામાં આવ્યું હતું અને ડીડીઓ દિગ્વિજયસિંહ ડી.જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગેરકાયદેસર કબજો ધરાવતા પરિવારોને ગઇકાલે નોટીસો આપવામાં આવી હતી અને આજે સવારે ગેરકાયદેસર કબજો દુર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને જર્જરિત આવાસો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને દબાણ દુર કરવામાં આવ્યું છે અને હાલમાં જર્જરિત આવાસો પાડીને અંદાજે  ૬૦૦૦ ચો.મી.નું દબાણ દુર કરેલ છે તેમજ ડીડીઓએ ભવિષ્યમાં આ જ્ગ્યા ઉપર જિલ્લા પંચાયતના અધિકારી અને કર્મચારી માટે આવાસ બનાવવામાં આવશે તેવું જણાવ્યુ છે




Latest News