મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

કોંગ્રેસનો કટાક્ષ: મોરબીમાં ધારાસભ્યના વીડિયો ઘણા આવ્યા હવે નક્કર કામ કરો


SHARE













કોંગ્રેસનો કટાક્ષ: મોરબીમાં ધારાસભ્યના વીડિયો ઘણા આવ્યા હવે નક્કર કામ કરો

મોરબીમાં ચોમેર ગંદકી અને અસુવિધાની અનેક રજૂઆતો કરવામાં આવી છે જો કે, નક્કર કામ થતું નથી અને સોશિયલ મીડિયામાં એક પછી એક વિડીયો આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસે કટાક્ષ કરતાં કહ્યું છે કે, વિડીયો સંદેશ જાહેર કરવાના બદલે નક્કર કામગીરી કરવાની જરૂર છે

મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી અને મોરબી શહેર કોગ્રેસના પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના વિડીયો સંદેશ બાદ કટાક્ષ કર્યો છે કે, કાંતિભાઈ છેલ્લા ૨૫ વર્ષમાં મોરબીની પ્રજાની સુવિધા માટે તમે શું કર્યું ? ૧૯૯૫ માં પાલિકાને મકાન માર્ગ વિભાગ મારફત બનાવેલ ભૂગર્ભ ગટર તૈયાર કે ટેસ્ટીંગ કર્યા વગર જ પધરાવવા આવી છે ત્યારે કેમ કઈ ન બોલ્યા ?, મોરબીમાં ધરતીકંપ સમયે ભૂગર્ભ ગટરની ચેમ્બરો તૂટી ગયેલ જે આજ સુધી બનાવવામાં આવેલ નથી ?, પાણીનો નિકાલ બંધ થયેલ છે !, નવી ભૂગર્ભ ગટર બનાવવામાં આવેલ તે હજુ સુધી પૂર્ણરૂપ કાર્યરત થયેલ નથી ? અને જે નવી બનાવેલ ગટરને પણ જૂની ગટરની ચેમ્બર સાથે જોડી દેવામાં આવેલ છે ? એક તો નાના પાઇપ નાખેલ અને એ પણ લાઈન લેવલ વગરના નાખી દેવામાં આવેલ છે

જેથી આ સમસ્યા છે વધુમાં કોંગ્રેસના આગેવાનોએ કહ્યું છે કે, વિડિયો અને ઓડિયોમાં જે વાત કરો છો એ પ્રમાણે જમીન ઉપર કામગીરી કરવાની જરૂર છે અને જો કોઈ માણસો ભુગર્ભ કુંડીમાં કોથળા નાખીને ગટર ઉભારવે છે તો જો કોઈ કુંડીમાં કોથળા નાખતા હોય અને તેની સામે કોઈ પગલાં લેવા આવી રહ્યા નથી ? વધુમાં કોંગ્રેસ આગેવાનોએ કહ્યું છે કે, પાલિકાના પૂર્વ પ્રમુખ કે.કે પરમારે પોતાને મળેલ અઘિકારીનો બેફામ ગેરઉપયોગ કરી કલમ ૪૫ (ડી) હેઠળ લાખો રૂપિયા ઉડાવેલ છે. જે જનરલ બોર્ડમાં મજૂર પણ નથી થયા તો આ પ્રજાના ટેક્ષના પેસા ક્યારે વસૂલ કરાવશો ? આજે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીના તળાવ ભરેલા છે, શેરીગલીમાં અંઘકાર, રોડ રસ્તા ઉપર ખાડા, ઉભરાતી ગટર, કચરાના ઢગલા વિગેરે અનેક સમસ્યા છે જે કયારે ઉકેલાશે તેના ઉપર સહુની નજર મંડાયેલ છે






Latest News