મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામેથી નાસ્તો લેવા ગયેલ યુવતી ગુમ


SHARE













મોરબીના લાલપર ગામેથી નાસ્તો લેવા ગયેલ યુવતી ગુમ

મોરબીના લાલપર ગામે કુંજગલી સોસાયટીમાં રહેતા પરિવારની દીકરી ઘરેથી નાસ્તો લેવા જવાનું કહીને બહાર નીકળી હતી ત્યારે બાદ છેલ્લા બે દિવસથી તે ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ગુમ થયેલ યુવતીના પિતા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવતી ગુમ થઈ અંગેની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુમસુધા ફરિયાદ નોધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના કટારીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લાલપર ગામે આવેલ કુંજગલી સોસાયટીમાં રહેતા રમેશભાઈ ઉર્ફે રાયમલભાઈ ટપુભાઈ ધરજીયા જાતે કોળી (૫૦)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી માયાબેન ધરજીયા (૧૯) ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે ગત તા.૨-૮ ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નાસ્તો લેવા માટે ગામમાં જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને છેલ્લા બે દિવસથી માયાબેન ગુમ થયેલ હોય તેના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.

વૃદ્ધને રાજકોટ ખસેડાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ફૂટવેરની દુકાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃદ્ધને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે. એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ માળિયા ફાટક પાસે રહેતા અનુભાઈ સવજીભાઈ નામના ૫૫ વર્ષીય આધેડને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રજાક ફૂટવેર નામની દુકાન પાસેથી ૧૦૮ વડે સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે હાલ આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના જયપાલસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.ઇજાગ્રત અનુભાઈ હાલ બેભાન હાલતમાં રાજકોટ હોવાનું જાણવા મળેલ છે.પરીવારના સભ્યોનો ભેટો થયેલ ન હોય કોઇ ઓળખતુ હોય તો એ ડિવિઝન પોલીસ મથકે જયપાલસિંહનો સંપર્ક કરે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News