મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના સિમ્પોલો સિરામિકમાં મહિલા કર્મયોગી  દિવસ ઉજવાયો


SHARE













મોરબીના સિમ્પોલો સિરામિકમાં મહિલા કર્મયોગી  દિવસ ઉજવાયો

જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવઅંતર્ગત મહિલા કર્મયોગી દિવસમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ હેઠળ મહિલાઓ સાથે જાગૃતિ અંગેના સેમીનારનું આયોજન સીમ્પોલો સિરામિક-મોરબી ખાતે કરવામાં આવેલ હતુ જેમાં જિલ્લા મહિલા અને બાળઅધિકારી કે.વી.કાતરીયા દ્વારા ઉપસ્થિત મહિલાઓને કામકાજના સ્થળ પર મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ ૨૦૧૩ની વિસ્તૃત માહિતી આપવામાં આવી તથામહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા લક્ષી યોજનાઓ વિષે માહિતીગાર કરવામાં હતી અને દેહેજપ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી નિલેશ્વરીબા ગોહિલ દ્વારા મહિલાઓ નિડર બની ખરાઅર્થમાં કર્મયોગી બને તેમ પ્રાસંગિક ઉદબોધન આપેલ છે સીમ્પોલો સિરામિકના સી.એમ.ઓ. ભરતભાઈ અઘારા દ્વારા સરકાર દ્વારાઅમલીકૃત મહિલાલક્ષી યોજનાઓનો વધારેમાં વધારે લાભ લેવા જણાવેલ હતું અને આકાર્યક્રમમાં સીમ્પોલો સિરામિકની આશરે ૧૦૬મહિલાઓ હાજર રહી હતી






Latest News